Site icon Gujarat Mirror

નાનામવા પાસે માવતરે આવેલી પરિણીતાને પતિએ માર માર્યો

નાના મવા રોડ પર લક્ષ્મી સોસાયટીમાં હાલ માવતરે રહેતી રશ્મીબેન મયુર બોરીયા (ઉં.વ.28)ને સાંજે સાડા આઠેક વાગ્યે નાના મવા રોડ મારવાડી બિલ્ડીંગ પાસે હતી ત્યારે બગસરાથી આવેલા તેણીના પતિ મયુર બોરીચાએ ઝઘડો કરી ગડદા પાટુનો બેફામ માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ છે. રશ્મીબેને કહ્યું હતું કે મારા લગ્ન બાર વર્ષ પહેલા બગસરાના મયુર સાથે થયા છે.

સંતાનમાં સાત વર્ષનો એક દિકરો છે. મનમેળ ન થતાં હાલ ત્રેણક વર્ષથી હુ માવતરે રાજકોટ રહુ છું. પતિ વિરૂૂધ્ધ મેં કેસ કર્યો છે તે પણ ચાલુ છે. આમ છતાં તે અવાર-નવાર આવી ખોટી શંકા કરી ઝઘડા કરી જાય છે. ત્રણ દિવસ પહેલા તેણે અલય સોસાયટી પાસે મને :-આંતરીને માથાકુટ કરતાં લોકો ભેગા થઇ જતાં લોકોએ તેને મારકુટ કરી હતી.

ગત સાંજે હું દિકરાની સ્ટેશનરી લેવા મારવાડી બિલ્ડીંગ પાસે ગઇ ત્યારે તે અચાનક ધસી આવ્યો હતો અને બેફામ મારકુટ કરી લીધી હતી. લોકો ભેગા થઈ જતાં ભાગી ગયો હતો. આ રીતે મારી સાથે ચાર પાંચ વખત મારકુટ કરી હતી. તેવો આક્ષેપ રશ્મીબેને કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં માલવીયાનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

Exit mobile version