રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તા.23મી જુનના કૃષિ જણસીઓની જંગી આવક નોંધાઇ હતી. આજે 1100થી વધુ વાહનો દ્વારા ઘઉં, ચણા, એરંડા, કપાસ, કલોંજી, તુવેર, મગફળી, વટાણા, મેથી, જીરૂ, ધાણા અને લસણની મબલક આવક થઇ હતી.
આજે માર્કેટીંગ યાર્ડમાં સફેદ તલની 16000 મણ, મગ 4700 મણ, સિંગફાડા-દાણા 5400 મણ, કાળા તલ 12000 મણ, એરંડા 2000 મણ, ઘઉં 12000 મણ, ચણા 10000 મણ, વટાણા 4700 મણ, તુવેર 2100 મણ, જીરૂ 4000 મણ, લસણ 2800 મણ, મગફળી 3000 મણ, કલોંજી 2100 મણ, કપાસ 1200 મણની આવક થવા પામી હતી. યાર્ડમાં જણસીઓને લઇને આવેલા વાહનોની લાંબી કતારો અને ખેડુતોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને રાજકોટ માર્કેટીંગ યાર્ડનાં વહીવટદારો અને ડાયરેકટરો દ્વારા તુરંત જ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. વધતી જતી આવકને પહોંચી વળવા માટે વહીવટી સ્ટાફ દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવ્યું હતું. જેથી ખેડુતોને કોઇ મુશ્કેલી ન પડે અને જણસીની હરાજીની પ્રક્રિયા સુચારૂ રીતે પાર પાડી હતી.
