હજુ કેટલી હેરાનગતિ? : રાજકોટ-જેતપુર હાઇવેનું 70 ટકા કામ માંડ…પુરું

1500 કરોડના ખર્ચે આકાર લઇ રહેલા પ્રોજેક્ટને ચોમાસા પહેલા 85 ટકા સુધી પહોંચાડવા તંત્ર એક્શનમાં ચોમાસા પહેલા વધુ 6 ઓવરબ્રિજ ચાલુ કરાશે: કલેકટર ડો.ઓમ પ્રકાશ…

1500 કરોડના ખર્ચે આકાર લઇ રહેલા પ્રોજેક્ટને ચોમાસા પહેલા 85 ટકા સુધી પહોંચાડવા તંત્ર એક્શનમાં

ચોમાસા પહેલા વધુ 6 ઓવરબ્રિજ ચાલુ કરાશે: કલેકટર ડો.ઓમ પ્રકાશ દ્વારા આશ્ર્વાસન

રાજકોટથી જેતપુરને જોડતા સિક્સ લેન હાઈવેની કામગીરી 1500 કરોડ રૂૂપિયા ખર્ચે ત્યાર કરવામાં આવી રહયો છે.અને ત્યાર સુધીમાં 70 ટકા જેટલી કામગીરી પૂર કરી દેવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા હાઈવેના બાકી રહેલા કામોને ઝડપથી પૂર્ણ કરવા માટે પ્રયત્નો તેજ કરવામાં આવ્યા છે, જેથી ચોમાસા દરમિયાન વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ નિવારી શકાય જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશએ જણાવ્યું હતું કે છેલ્લા 8 થી 10 મહિનામાં હાઈવેના કામમાં નોંધપાત્ર વેગ જોવા મળ્યો છે. વહીવટી અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યારે તેઓએ ચાર્જ સંભાળ્યો ત્યારે આ પ્રોજેક્ટ 36ટકા પૂર્ણ થયો હતો, જે હવે વધીને 70 ટકા સુધી પહોંચ્યો છે. કામમાં ઝડપ લાવવા માટે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ, નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્ટેટના આર.એન.બી વિભાગ તેમજ સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર સતત સંપર્કમાં રહીને કામનું નિરીક્ષણ કરી રહ્યા છે.ચોમાચ પહેલા 80 થી 85 ટકા પૂર્ણ થઇ જય તેવી શક્યતા જોય રહી છે.

વધુમાં નેશનલ હાઇવે અધિકારી સૂત્ર એ જણાવ્યું હતું કે ચોમાસા સુધીમાં માત્ર ચારથી પાંચ જેટલા બ્રિજોની કામગીરી બાકી રહી છે. તેની કામગીરી પણ ચોમાસુ પૂર્ણ થાય ત્યાં સુધીમાં મોટાભાગની કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવશે. ચોમાસુ શરૂૂ થાય તે પહેલા 80થી 85 ટકાથી પણ વધુ કામગીરી રાજકોટ થી જેતપુર હાઈવે સીક્સ ની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.

29માંથી 20 ફ્લાય ઓવર શરૂ: વધુ 6 ચોમાસા પહેલાં ખુલશે
હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, રાજકોટ-જેતપુર હાઈવે પર કુલ 29 ફ્લાયઓવર બ્રિજોનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 20 જેટલા બ્રિજો વાહનવ્યવહાર માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે. બાકી રહેલા 9 બ્રિજોમાંથી 6 બ્રિજોનું નિર્માણ કાર્ય આગામી ચોમાસાની શરૂૂઆત પહેલા પૂર્ણ કરી તેને કાર્યરત કરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

ચોમાસામાં ટ્રાફીકજામ નિવારવા વિશેષ આયોજન

ચોમાસામાં ડાયવર્ઝન ન લેવા પડે અને ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં તે માટે આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે કલેકટર ડો. ઓમ પ્રકાશ સ્પષ્ટ કર્યું કે મૂળ ઉદ્દેશ્ય ટ્રાફિકની સમસ્યાને નાબૂદ કરવાનો છે.જો ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય તો અગાઉની જેમ જ માર્શલ્સ અને ક્રેઈન્સની તૈનાતી કરીને 24 કલાક ટ્રાફિકનું નિયમન કરવામાં આવશે.આગામી સમયમાં કુલ 26 બ્રિજો કાર્યરત કરી દેવાથી રાજકોટ સિટી સહિતના વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે ઘટશે.વહીવટી તંત્રની આ સક્રિયતાને કારણે આગામી દિવસોમાં મુસાફરોને આ હાઈવે પર સુરક્ષિત અને ઝડપી મુસાફરી મળવાની આશા બંધાઈ છે.