ખંભાળિયા વિભાગીય કચેરી દ્વારા ગઈકાલે મંગળવારે મેગા ડીસકનેક્શન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિભાગીય કચેરી હેઠળની શહેર પેટા વિભાગ કચેરી, ગ્રામ્ય પેટા વિભાગ કચેરી, વડત્રા પેટા વિભાગીય કચેરી, રામનગર પેટા વિભાગીય કચેરી અને ભાણવડ મળીને પાંચ પેટા વિભાગીય કચેરીઓના કુલ અંદાજે 1,348 વીજ ગ્રાહકોની રકમ અંદાજે 28.66 લાખ બાકી હોય, આ તમામ બાકીદારોના વીજ જોડાણ દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. જે માટે અંદાજે 46 જેટલી ટીમો બનાવવામાં આવી હતી. તેમાંથી કુલ 392 વીજ જોડાણ કાપવામાં આવ્યા હતા.
જેની રકમ 10.34 લાખ છે. ઉપરોક્ત તમામ પેટા વિભાગીય કચેરીમાં આ ગ્રાહકો પૈકી 327 વીજ ગ્રાહકો દ્વારા અંદાજે રૂૂ. 6.17 લાખ રકમ ઓફિસ ખાતે ભરવામાં આવી છે. ખંભાળિયા વિભાગીય કચેરી હેઠળ ની મેગા ડીસકનેક્શન ડ્રાઈવમાં કુલ 719 વીજ ગ્રાહકોની અંદાજે કુલ રકમ 16.51 લાખ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પીજીવીસીએલની આ ડ્રાઈવથી લાઈટ બીલના બાકીદારોમાં દોડધામ મચી જવા પામી છે.

