ગુજરાત
ચકાસણી વિના હાઇકોર્ટ ચુકાદો કેવી રીતે આપી શકે?
ગુજરાતના રેપ કેસમાં સોગંદનામાના આધારે ફોજદારી રદ કરવાના હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટનો સવાલ
ગુજરાતના દુષ્કર્મ કેસની ફરિયાદ રદ્દ કરવાના હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. દુષ્કર્મ કેસ મામલે પીડિતાને રૂૂબરૂૂમાં સાંભળ્યા વિના જ હાઈકોર્ટે માત્ર સોગંદનામાના આધારે હુકમ કર્યો હોવાનો અરજદારે આરોપ લગાવ્યો હતો.આ ઉપરાંત સોગંદનામાની વિગતો સમજાવ્યા વિના જ પીડિતા પાસે સહાય આપવાનું કહી અંગૂઠાની છાપ લેવડાવીને સમાધાન થયું હોવાનો પણ અરજદારે આરોપ લગાવ્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટનો ઉધડો લેતા સવાલ ઉઠાવ્યા છે કે, હાઈકોર્ટ આ પ્રકારના આદેશ કેમ કરી શકે?
સોગંદનામાની વિગતો સમજાવ્યા વિના જ પીડિતા પાસે અંગૂઠાની છાપ લેવડાવી સમાધાન થયું હોવાનો અરજદારે આરોપ લગાવ્યો છે. હાઈકોર્ટે અપીલકર્તાને વ્યક્તિગત હાજરી માટે બોલાવ્યા વિના અને સમાધાન થયું છે કે કેમ તેની ખાતરી કર્યા વિના ફોજદારી કાર્યવાહી રદ કરવી જોઈએ નહીં તેવું અરજદાર વકીલે કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ચકાસણી કર્યા વિના જ અસ્પષ્ટ ચુકાદો અને આદેશ પસાર કર્યો છે.
જે ટકી શકે નહીં. આ સાથે જ હાઈકોર્ટને આદેશ આપ્યો છે કે, એટ્રોસિટી એક્ટ હેઠળ કથિત ગુના સિવાય ઈંઙઈની કલમ 376 હેઠળ, કથિત ગુનો ખૂબ જ ગંભીર હતો.જેનું સમાધાન થયું છે કે નહીં. તે બાબતે હાઈકોર્ટે ચકાસણી કરવી જોઈએ અને અપીલકર્તાને વ્યક્તિગત રૂૂપે કોર્ટમાં હાજર રાખી સોગંદનામાની સત્યતા ચકાસવી જોઈએ. આ સાથે જ અરજદાર પીડિતાને નિર્ધારિત તારીખે હાઈકોર્ટમાં હાજર થવા જણાવ્યું છે. વધુમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટે અસલી સમાધાન હતું કે કેમ તેની ચકાસણી કર્યા વિના અસ્પષ્ટ ચુકાદો અને આદેશ પસાર કર્યો છે, જે ટકી શકે નહીં. અરજદારને સાંભળ્યા બાદ હાઈકોર્ટને એફિડેવિટ કઈ રીતે ચલાવવામાં આવી છે અને એફિડેવિટની વિગતો સમજાવ્યા વિના અંગૂઠાની છાપ લેવામાં આવી છે કે કેમ તે અંગે ન્યાયિક અધિકારી મારફત તપાસ કરવાનો આદેશ આપવાની સત્તા છે.
એટલું જ નહીં પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઇકોર્ટને લાગે છે કે ખરેખર સમાધાન થયું છે તો તેણે એ પ્રશ્ન પર વિચાર કરવો પડશે કે શુ ઈઙિઈ 482 હેઠળની સત્તાનો ઉપયોગ સમાધાનના આધારે ફોજદારી કાર્યવાહીને રદ કરવા માટે કરી શકાય.