સાઉદી અરેબિયાના રિયાધ અને દમ્મામ એરપોર્ટ પર હુથીઓનો હુમલો, ભારતીયો માટે જાહેર કરાઈ એડવાઈઝરી

    સાઉદી અરેબિયામાં હુથી બળવાખોરો દ્વારા હુમલાઓ સતત ચાલુ છે. સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ સ્થિત કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યમનના હૂથી વિદ્રોહીઓએ સતત…

 

 

સાઉદી અરેબિયામાં હુથી બળવાખોરો દ્વારા હુમલાઓ સતત ચાલુ છે. સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ સ્થિત કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યમનના હૂથી વિદ્રોહીઓએ સતત બીજા દિવસે પણ ખતરનાક હુમલો કર્યો છે. આ હુમલાને કારણે એરપોર્ટ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી અને વ્યાપક નુકસાન થયું છે. આ હુમલામાં એક ભારતીય નાગરિકનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય ૧૦ ભારતીયો ઘાયલ થયા હતા. હુમલામાં એક ભારતીયના મોત બાદ રિયાધમાં ભારતીય દૂતાવાસે ત્યાં હાજર ભારતીયો માટે એક નવી એડવાઈઝરી જાહેર કરી હતી.

મૃતક ભારતીય હૈદરાબાદના રહેવાસી હતા અને તેમની ઓળખ ૪૬ વર્ષીય મોહમ્મદ યુસુફ અલી તરીકે થઈ છે. મોહમ્મદ યુસુફ અલી તેમના પરિવાર સાથે ઉમરાહ કરવા માટે સાઉદી અરેબિયા ગયા હતા. રિયાધના કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા હુથી હુમલામાં તેમણે જીવ ગુમાવ્યો, જ્યારે પરિવારના અન્ય સભ્યો ઘાયલ થયા. યુસુફ અલી હૈદરાબાદના મેહદીપટનમ સ્થિત ગ્રેસ એપાર્ટમેન્ટ્સના રહેવાસી હતા. અહેવાલો અનુસાર, હુમલા દરમિયાન એરપોર્ટ ટર્મિનલની છતનો એક ભાગ ધરાશાયી થયો હતો, જેના કારણે તેની નીચે દબાઈ ગયેલા પરિવારના સભ્યો ઘાયલ થયા હતા.

અહેવાલો મુજબ મોહમ્મદ યુસુફ અલી ઉમરાહ યાત્રા માટે તેમના પરિવાર સાથે સાઉદી અરેબિયા પહોંચ્યા હતા. જ્યારે આ હુમલો થયો ત્યારે પરિવાર રિયાધ એરપોર્ટ ટર્મિનલ પર મદીના જતી ફ્લાઇટની રાહ જોઈ રહ્યો હતો. યુસુફ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.

https://x.com/IndianEmbRiyadh/status/2109299102626533781

ભારતીય દૂતાવાસે ત્યાં હાજર ભારતીયો માટે એક નવી એડવાઈઝરી જાહેર કરી હતી.એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, “વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાઉદી અરેબિયામાં હાજર તમામ ભારતીય નાગરિકોને સતર્ક અને સાવધ રહેવા, જરૂર મુજબ ઘરમાં રહેવા અને સ્થાનિક અધિકારીઓ દ્વારા સત્તાવાર ચેનલો દ્વારા જાહેર કરાયેલી સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે.”

ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકના મૃત્યુની પુષ્ટી કરી હતી. દૂતાવાસે કહ્યું કે તેઓ પીડિત પરિવારના સંપર્કમાં છે અને તેમને મૃતદેહ પરત લાવવામાં મદદ કરશે. ભારતીય દૂતાવાસે X પર લખ્યું, “રિયાધ હુમલામાં ઘાયલ થયેલા એક ભારતીય નાગરિકનું અવસાન થયું છે. અમે મૃતકના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે પરિવારના સંપર્કમાં છીએ અને શક્ય તેટલી વહેલી તકે વતન પરત લાવવા માટે શક્ય તમામ સહાય પૂરી પાડીશું.”

અહેવાલો અનુસાર, ઘાયલ લોકોને મદદ કરવા માટે ભારતીય રાજદ્વારી અધિકારીઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે, જેમાં તબીબી સારવાર અને અન્ય આવશ્યક વસ્તુઓની વ્યવસ્થા કરવાનો સમાવેશ થાય છે. આ ઘટનાને કારણે પરિવાર શોકમાં ડૂબી ગયો છે; ઉમરાહ યાત્રા માટે શરૂ કરાયેલી મુસાફરી એક દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ. યુસુફ અલીના મૃત્યુને કારણે પરિવારમાં શોકનો માહોલ છે. હાલમાં, ઘાયલોને તબીબી સારવાર પૂરી પાડવા અને પરિવારને ભારત પરત ફરવામાં મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.