સીસીટીવી લગાવવા જણાવાયું, એસપીએ હોટેલ સંચાલકોને ગેરકાયદે ધંધા બંધ કરી દેવા જણાવ્યું
સુરેન્દ્રનગરના ચોટીલા-લીંબડી હાઇવે હોટલોમાં વારંવાર અસામાજીક પ્રવૃતીઓ ઝડપાતી હોવાથી એસ.પી.એ સુરેન્દ્રનગર ખાતે 150 હોટલના સંચાલકોને બોલાવી હોટલોમાં ગેરકાયદે ધંધાઓ બંધ કરવા, CCTV કેમેરા લગાવવા ખાસ સુચના આપી ગેરકાયદેસર બાંધકામ વાળી હોટલો તોડી પાડવાની કાર્યવા સુરેન્દ્રનગરના ચોટીલા-લીંબડી હાઇવે હોટલોમાં વારંવાર અસામાજીક પ્રવૃતીઓ ઝડપાતી હોવાથી એસ.પી.એ સુરેન્દ્રનગર ખાતે 150 હોટલના સંચાલકોને બોલાવી હોટલોમાં ગેરકાયદે ધંધાઓ બંધ કરવા, CCTV કેમેરા લગાવવા ખાસ સુચના આપી ગેરકાયદેસર બાંધકામ વાળી હોટલો તોડી પાડવાની કાર્યવાહી કરવા પણ જણાવાયુ હતુ.
સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા-લીંબડી અને હળવદ-વિરમગામ હાઇવે ઉપર અનેક હોટલોમાં ગેરકાયદેસર પ્રવૃતીઓ ઝડપાતી હોય છે.જેમાં બાયોડીઝલ,ઇગ્લીશ દારૂૂ,લોખંડ,એન.ડી.પી.એસ અને કેમીકલ સહિતની અનેક અસામાજીક પ્રવૃતી હોટલની આડમાં થતી હોવાનો અનેક વખત પર્દાફાસ થાય છે.ત્યારે હમણા જ દશ દિવસમાં ગાંધીનગર એસ.એમ.સી.એ ત્રણ ઇગ્લીશ દારૂૂની રેડ કરતા હોટલ સંચાલકો સામે મીલીભગતની આશંકા સેવાઇ રહી છે.ત્યારે એસ.પી.પ્રેમસુખ ડેલુએ હોટલોની આડમાં આવી પ્રવૃતીઓ અટકાવવા માટે 150 હોટલ સંચાલકોને સુરેન્દ્રનગર એસ.પી.કચેરીએ બોલાવાયા હતા અને હોટલોમાં આવી પ્રવૃતીઓ સદંતર બંધ કરવા કડક સુચના અપાઇ હતી.બીજી તરફ અનેક હોટલ,ઢાબાઓમાં સારી રીતે સી.સી.ટીવી કેમેરા પણ લગાવાતા નથી સી.સી.ટીવી કેમેરા બાબતમાં પણ સેજેય બેદરકારી નહી ચલાવી લેવા પણ જણાવાયુ હતુ.આમ હાઇવે ઉપર હોટલો અને ઢાબાની આડમાં કરાતા ગેરકાયદેસર ધંધા ઉપર લગામ કસવા માટે એસ.પી.પ્રેમસુખ ડેલુએ હોટલ સંચાલકોને બોલાવી કડક સુચના આપી બોધપાઠ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે નેશનલ હાઇવે પરની 50 હોટેલમાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતાનું ઝડપાયુ હોવાથી કાયદેસરની કાર્યવાહી થઈ ચૂકી છે. ત્યારે એસપીએ આવા હોટેલ સંચાલકો ઉપર તવાઇ શરૂૂ કરતા આવા હોટલ સંચાલકોમાં ફફળાટ વ્યાપી ગયેલ છે.

