Site icon Gujarat Mirror

ગોંડલના મોટી ખીલોરી ગામેથી ગાંજાનું વાવેતર ઝડપાયું, 10.65 લાખના છોડ કબજે

ચાર મહિનાથી ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની પૂછપરછ કરતી ગ્રામ્ય એસઓજી

ગોંડલના મોટી ખીલોરી ગામે રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડી ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપી લઈ વાડી માલીકની ધરપકડ કરી ગાંજાના રૂૂ.10.65 લાખના ગાંજાના લીલા છોડ કબજે કરી વધુ તપાસ શરુ કરી છે. છેલ્લા ચાર માસથી ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની પુછપરછ શરુ કરી છે.

મળતી વિગતો મુજબ ગોંડલના મોટી ખીલોરી ગામે એસઓજીની ટીમે દરોડો પાડતા વાડીમાંથી 21 કિલો 300 ગ્રામ લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. જેની,કિંમત રૂૂા. 10.65 લાખ ગણવામાં આવી છે.એસઓજીની ટીમે વાડી માલિક નિર્મળ નાથાભાઈ ડેર ઉ.વ.35)ની ધરપકડ કરી હતી. એસઓજીની ટીમે ચોકકસ બાતમીના આધારે મોટી ખીલોરી ગામે સીમમાં ખારૂૂડીવાડી વિસ્તારમાં આવેલી નિર્મળની વાડીમાં દરોડો પાડી તપાસ કરતા જાણવા મળ્યું કે, આરોપી નિર્મળે 10 વીઘાની વાડીમાં ગાંજાનું વાવેતર કર્યું હતું.

જે ગાંજાનું વાવેતર કબજે કરી વજન કરતાં 21 કિલો 300 ગ્રામ લીલા ગાંજો મળી આવ્યો હતો. એસઓજીના સૂત્રોએ જણાવ્યું હતું કે ચારેક માસ પહેલાં વાવેતર કર્યાનું જણાવી રહ્યો છે. આ સ્થિતિમાં ખરેખર કેટલા સમયથી ગાંજો ઉગાડે છે, બી ક્યાંથી લઈ આવ્યો તે સહિતના મુદ્દે તપાસ કરવામાં આવશે.રાજકોટ રેંજ આઈજી અશોક કુમાર યાદવ અને જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી એસ.ઓ.જી. શાખાના પી.આઈ એફ.એ.પારગી, પીએસઆઈ કે.એમ.ચાવડા, પી.બી.મિશ્રા તથા એ.એસ.આઇ. પરબતભાઇ શામળા. વિપુલભાઇ ગુજરાતી, વિરરાજભાઇ ધાધલ, પ્રહલાદસિંહ રાઠોડ, વિજયભાઇ વેગડ, ચંદુભાઇ પલાળીયા, શીવરાજભાઇ ખાચર, નૈમીષભાઇ મહેતા, અનિરૂૂધ્ધસિંહ જાડેજા, રામદેવસિંહ ઝાલા, મયુરભાઇ વિરડા, વિજયગીરી ગોસ્વામી, ચિરાગભાઇ કોઠીવાર, હિમતસિંહ પાલ, કલ્પેશભાઇ કોઠીવાર, વિપુલભાઇ ગોહિલ, નવદિપભાઇ બાબરીયા, નિર્મળસિંહ ચુડાસમા, અમુભાઇ વિરડા એ કામગીરી કરી હતી.

Exit mobile version