સાંસ્કૃતિક મૂલ્યો અને આધુનિક શિક્ષણના સુભગ સમન્વય સાથે કામ કરતી શૈક્ષણિક સંસ્થા ‘નચિકેતા સ્કૂલીંગ સિસ્ટમ’ દ્વારા આ વર્ષે પણ નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે અનુષ્ઠાનની આરાધના કરવામાં આવી હતી. સંસ્કારના પાયા પર જ શિક્ષણની ઇમારત ચણી શકાય છે.
શિક્ષણની ઇમારત પર સંસ્કાર ક્યારેય નહિ ચણી શકાય આ વાત ને દ્રઢતા પૂર્વક માની અને રાજકોટ માં છેલ્લા 11 વર્ષથી કાર્યરત નચિકેતા સ્કૂલીંગ સિસ્ટમ આવા શિક્ષણના અવનવા પ્રયોગો હંમેશા કરતી રહે છે. ઉપરોક્ત તસ્વીરમાં આપ જોઈ રહ્યા છો કે નાના-નાના ભૂલકાઓ કેટલા ભાવસભર રીતે માતાજીનું અનુષ્ઠાન કરી રહ્યા છે તેમજ પોતાનો યજ્ઞ સંપન્ન કરી રહ્યા છે.
આ વર્ષે સંસ્થાના 500થી પણ વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. આ અનુષ્ઠાનમાં માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ ઉત્સાહભેર વાલીઓ અને શાળાના શિક્ષકો પણ સક્રિય રીતે જોડાયા હતા સહુએ સાથે મળીને મંત્ર જાપ, ધ્યાન (ખયમશફિંશિંજ્ઞક્ષ) અને યજ્ઞઅનુષ્ઠાનની વિવિધ ક્રિયાઓમાં વિશેષ યોગદાન આપ્યું હતું. અનુષ્ઠાન દરમિયાન વિદ્યાર્થીઓએ હોટેલનું ફૂડ, મોબાઈલ, ફિલ્મ, સોશ્યલ મીડિયા વગેરેનો ત્યાગ કરીસંયમનો અદ્ભુત પરિચય આપ્યો હતો.
સંસ્થાના ફાઉન્ડર સાંઈરામ દવેના માર્ગદર્શન મુજબ, અનુષ્ઠાન એ એકાગ્રતા જાળવવાનો બ્રહ્માસ્ત્ર છે. આ અનુષ્ઠાન માત્ર એક આધ્યાત્મિક કે ધાર્મિક પાસું નથી, પરંતુ તેની પાછળ ગહન વૈજ્ઞાનિક રહસ્ય અને ફાયદા પણ છુપાયેલા છે. નિયમિત ધ્યાન, મંત્ર જાપ અને યજ્ઞથી વાતાવરણ શુદ્ધ થાય છે અને વિદ્યાર્થીઓમાં એકાગ્રતા, માનસિક શાંતિ અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
આજના આધુનિક યુગમાં પણ ’નચિકેતા’ના વિદ્યાર્થીઓ આપણા પ્રાચીન ’વેદ’ અને આધુનિક ’વિજ્ઞાન બંનેને સાથે રાખીને સફળતાના શિખરો તરફ આગળ વધી રહ્યા છે. સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે અને બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી હાથ ધરાયેલું આ અનુષ્ઠાન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.
નચિકેતાઓ સંયમની સાધના દ્વારા ’સ્વ’ નો વિકાસ કરીને એક પ્રેરણાદાયી પગલું પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓ. ખુબ જ સક્રિય રીતે આ અનુષ્ટાનની આરાધનામાં જોડાયા હતા જેથી વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
