Site icon Gujarat Mirror

હોટલમાં એકાંત માણવા આવતા યુગલોને રૂમ આપવાની મનાઈ

નવરાત્રીને લઇ 50 જેટલી હોટલ સંચાલકો સાથે પોલીસે મીટીંગ યોજી

વિધાર્થિની,સગીરા તેમજ સ્થાનિકોને રૂમ નહીં આપવા અને ડોકયુમેન્ટ સાથે ચહેરો મેચ કરવા સુચના

શહેરની હોટલોમાં છાત્રાઓ અને સગીરા સાથે શારીરિક શોષણ અને દુષ્કર્મના બનેલા બનાવને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા હોટલ સંચાલકો સાથે એક મીટીંગ યોજી યુગલોને એક-બે કલાક માટે રૂૂમ ભાડે નહી આપવા સુચના આપવામાં આવી હતી.ખાસ કરીને નવરાત્રીમાં એકાંત માણવા આવતા યુગલોને એક – બે કલાક માટે રૂૂમ ભાડે નહી આપવા સુચના આપવામાં આવી હતી.

ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈની અધ્યક્ષતા એ-ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલી 75 જેટલી હોટલ સંચાલકોને પોલીસે મીટીંગમાં હાજર રહેવા સુચના આપી હતી જેમાં 50 જેટલા હોટલ સંચાલકો અને માલિકો હાજર રહ્યા હતા. શેહરની કેટલીક હોટલોમાંયુગલોને એકાંત પુરૂૂ પાડવા માટે એક-બે કલાક માટે રૂૂમ ભાડે અપાતા હોય ત્યારે ઘણાં કિસ્સાઓમાં મોહજાળમાં ફસાવી વિધાર્થીની કે સગીરાનું હોટલના રૂૂમમાં જ શારીરિક શોષણ કરવામાં આવતું હોવાનું બહાર આવે છે.

અને દુષ્કર્મની ફરિયાદ થાય ત્યારે હોટલોના નામ સામે આવતા હોય છે. શહેરની કેટલીક હોટલો એકાંત પુરૂૂ પાડવા માટે મીડિયામાં પણ જાહેરાતો કરે છે અને કેટલીક હોટલના સંચાલકો અને માલિકો કાયદાના ડર વગર નીતિનિયમો નેવે મુકતા હોવાના કિસ્સા પણ બહાર આવે છે. આ સ્થિતિમાં હોટલના સંચાલકો અને માલીકો ઉપર લગામ કસવા માટે ઝોન-રના ડીસીપી રાકેશ દેસાઈ સાથે એસીપી બી.જે.ચૌધરી તેમજ એ-ડિવીઝન પોલીસ મથકના પી.આઈ બી.વી. બોરીસાગર સહિતના સ્ટાફે એ-ડીવીઝન પોલીસ મથક ખાતે હોટલ સંચાલકો સાથે મીટીંગ યોજી તેમાં નિયમનું કડક પાલન કરવા સૂચના આપી હતી.

હોટલમાં આવતા શંકાસ્પદ માણસોની વ્યવસ્થિત પુછપરછ કરી અને જરૂૂરી ડોક્યુમેન્ટસ ચકાસ્યા પછી જ રૂૂમ આપવો તેમજ સગીર વયની તરુણીઓ ચહેરો છુપાવી અન્ય કોઈ પુખ્ત વયની યુવતીના આધારકાર્ડ સાથે આવી એન્ટ્રી મેળવતી હોય ત્યારે લઈ સગીર વયની બાળાઓએ જો મોઢે દુપટ્ટો પહેર્યો હોય તો તે છોડાવી આધારકાર્ડ કે આપેલ ડોક્યુમેન્ટ સાથે ચહેરો મેળવવો.

એટલું જ નહીં સાથે કોઈ પુરૂૂષ હોય તો પોલીસને જાણ કરવી અને રૂૂમ આપવો નહીં. જેથી ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવી શકાય. રાજકોટના સ્થાનિક યુવક- યુવતીઓ હોય તો તેમને પણ એક કે બે કલાક માટે રૂૂમ આપવો નહી ઉપરાંત રાજકોટનો કોઈ સ્થાનિક રહીશ જો એકલો રૂૂમ માંગે તો પણ આપવો નહીં. જેથી આત્મહત્યા જેવા બનાવો અટકાવી શકાય. હોટલમાં રૂૂમ મેળવનાર તમામનું પથિક સોફ્ટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવું. હોટલમાં રાખેલા રજીસ્ટરમાં પણ તેની નોંધ કરવી. હોટલના પ્રિમાઈસીસમાં સીસીટીવી કેમેરા રાખવા સહિતની સૂચનાઓ પોલીસે આપી હતી.

Exit mobile version