Site icon Gujarat Mirror

કાલાવડ નજીક ટ્રકે બાઈકને અડફેટે લેતા યુવાનનું કરૂણ મોત

જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ગઈકાલે એક મિની ટ્રક તેમજ બાઈક વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બાઈક સવાર કાલાવડના એક યુવાનનું ગંભીર ઈજા થવાથી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે કાલાવડ ટાઉનમાં રહેતો કિર્તીભાઈ રતીલાલ દાફડા નામનો 28 વર્ષનો યુવાન ગઈકાલે પોતાનું મોટરસાયકલ લઈને શિશાંગ ગામથી કાલાવડ તરફ જઈ રહ્યો હતો. જે દરમિયાન કાલાવડ રાજકોટ ધોરીમાર્ગ પર પુરપાટ ઝડપે આવી રહેલા જીજે ટી.એક્સ 8758 નંબરના ટાટા યોદ્ધા નામના વાહન ના ચાલકે બાઈકને ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો.જે અકસ્માતમાં બાઈક સવાર કીર્તિભાઈ ને ગંભીર પ્રકારની ઈજા થઈ હોવાથી તેમને સારવાર માટે 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યા ફરજ પરનાવતબીબે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પિતા રતિલાલભાઈ કેશાભાઈ દાફડાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ના પીએસઆઇ જે એસ ગોવાણી બનાવના સ્થળે તેમજ સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version