ગુજરાત

કોવિડ-19 ગાઇડલાઇન પાળવા હોસ્પિટલ તંત્ર સજ્જ

Published

on

રાજ્યનાં આરોગ્ય તંત્રના નાયબ નિયામકે કોવિડ-19 માટે જાહરે કરેલી માર્ગદર્શિકાની અમલવારી માટે શહેરનું સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ હોવાનું સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.આર.એસ.ત્રિવેદીએ ‘ગુજરાત મિરર’ને જણાવ્યું હતું.
ચીનમાં કોરોના વધતા સંક્રમણને ધ્યાને લઇ દેશ અને રાજ્યમાં પણ અગમમેતીના પગલાં માટે આરોગ્ય તંત્ર સફાળુ જાગી ગયુ છે. કોરોનાને અટકાવવા એટલે કે પાણી-પહેલા પાળ બાંધવા રાજ્યનાં આરોગ્ય તંત્રએ આદેશો છોડયા છે અને માર્ગદર્શિકાની અમલવારી પરત્વે સજાગ રહેવા જણાવ્યું છે.
ત્યારે શહેરની સિવિલ હોસ્પિટલમાં ખાસ ચાર ઝોન ઉભા કરાયા છે. મેડિસિન, ટીબી, પેડિયાટ્રિક અને માઇકોડિસીઝ એમ ચારેય વિભાગોનું સુપેરે સુપરવિઝન થતું હોવાનું સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ત્રિવેદીએ જણાવ્યું હતું.
અહીંના ઓક્સિજન પ્લાન્ટની પણ પુરતી સુવિધા હોવાનું બતાવતાં સુપ્રિન્ટેન્ડેન્ટે કહ્યુ છે. ખરા સમયે આરોગ્ય લક્ષી સાધાનો, મશીનરી કામ આવે તેની ચકાસણી માટે સિવિલ હોસ્પિટલમાં ઘણી મોકડ્રીલનાં આયોજનો થઇ ગયા છે.
અહીં ખાસ ઉભા કરાયેલા આઇસોલેશન વોર્ડમાં અત્યારે 140 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી દેવાઇ છે. જેમાં 100 બાળકો અને 40 વયોવૃદ્ધો માટે વ્યવસ્થા ઉભી કરી દેવાઇ છે.

1 થી 4 વર્ગમાં આવતો તમામ તબીબી સ્ટાફ સ્ટેન્ડ ટુ

સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કોરોના માર્ગદર્શિકાના અમલીકરણ માટે સિવિલનાં 1 થી 4 વર્ગમાં આવતા તમામ તબીબી સ્ટાફમાં પરસ્પર માર્ગદર્શન મેળવાઇ રહ્યુ છે. એકા-બીજા સિનિયર તબીબી સ્ટાફ વચ્ચે બેઠકોનો દોર શરૂ કરાયો છે. ટૂંકમાં કોરોના સોની લડાઇમાં પાર પડવા સિવિલ હોસ્પિટલમાં પુરતી સુવિધા અને સ્ટાફ ઉપલબ્ધ હોવાનું સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version