Site icon Gujarat Mirror

હિટ એન્ડ રન: કંપનીમાં કામે જવા નીકળેલા યુવાનને કાળ ખેંચી ગયો

સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ પાસે અજાણ્યા વાહનચાલકે બાઇકને ઉલાળતા જીવલેણ અકસ્માત સર્જાયો’તો

શહેરમાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી રાધીકા સોસાયટીમાં રહેતો શ્રમિક યુવાન વહેલી સવારે રોલેક્ષ રીંગમાં નોકરી પર જવા બાઇક લઇને નિકળ્યો હતો. ત્યારે સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ પાસે અજાણયા વાહન ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી રાધીકા સોસાયટીમાં રહેતો નીતીશકુમાર કપીલદેવ પાસવાન નામનો 26 વર્ષનો શ્રમિક યુવાન સવારના છ વાગ્યાના અરસામાં પોતાનુ બાઇક લઇ ન્યુ સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે અજાણયા વાહન ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. ગંભરી રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હિટ એન્ડ રન ઘટનામાં ઘવાયેલા યુવકનું સારવાર મળે તે પૂર્વ જ મોત નીપજ્તા શ્રમિક પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન મુળ બિહારનો વતની હતો અને ત્રણભાઇ એક બહેનમાં વચેટ હતો યુવાન રોલેક્ષ રીંગમાં નોકરી પર જતો હતો ત્યારે જીવલેણ અકસ્માત નડ્યો હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version