Site icon Gujarat Mirror

એરપોર્ટ ઓથોરિટીના પેવેલિયનમાં ઉભુ થયું એરપોર્ટ

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાયેલ યોજાયેલ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝીબીશનમાં એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) નું માર્ગદર્શક પેવેલિયન તૈયાર કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત 2047’ના વિઝનને વેગ આપવા માટે એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવી રહેલા પ્રયાસોની ઝલક AAI ના પેવેલિયનમાં મૂકવામાં આવી હતી. યુવા પેઢી ભારતના એવિએશન ક્ષેત્રથી માહિતગાર થાય તેમ જ તેમાં રૂૂચી ધરાવતી થાય તે માટે ખાસ એવિએશનમાં કારકિર્દી માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ હતું. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશ દરેક ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ કરી રહ્યો છે. ખાસ કરીને એવિએશન ક્ષેત્રમાં જ્યાં 2014 માં માત્ર 74 એરપોર્ટ કાર્યરત હતા જેની સંખ્યા 2025માં 164 પર પહોંચી ગઈ છે અને પ્રધાનમંત્રીશ્રીના વિઝનને ધ્યાનમાં રાખીને 2047 સુધીમાં 350-400 એરપોર્ટના નિર્માણનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના પેવેલિયનમાં એરપોર્ટ જેવો જ માહોલ ઉભો કરવામાં આવ્યો છે. એરપોર્ટની જેમ જ પેવેલિયનમાં રન-વેની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓ માટે ખાસ ક્વિઝ અને સેલ્ફી પોઈન્ટ પણ રાખવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓને મનોરંજન ઉપરાંત માહિતી પણ પૂરી પાડશે. આ ઉપરાંત એર ટ્રાફિક ક્ધટ્રોલ કે જે આકાશમાં વિમાનોનું સંચાલન કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે તેમની કામગીરી વિષે પણ માહિતી આપવામાં આવી રહી છે.

તેના સિવાય પણ એવિએશન ક્ષેત્રના વિવિધ વિભાગો જેવા કે ફાયર, એન્જિનીયરીંગ, ફાયનાન્સ અને એચ.આર.માં રહેલી અનંત સંભાવનાઓ વિષે પણ યુવાઓ તથા વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કરવામાં આવી રહ્યું છે, તે ઉપરાંત આપણા ભારત દેશને એક કરવામાં જેમણે મહત્ત્વનો ફાળો આપ્યો એવા ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પણ મૂકવામાં આવી છે.

હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ આગામી સમયમાં રાજકોટ, મોરબી, જામનગર સહીત સૌરાષ્ટ્ર -કચ્છના વેપાર ઉદ્યોગ માટે ખુબ જ મહત્વનું બની રહેશે. અહીં કાર્ગોની સુવિધાના કારણે પ્રોડક્ટ્સનું મોટાપાયે આવાગમન શક્ય બનશે તેમ ઓથોરિટીના પી.આર.ઓ. અજયસિંહ જાદુને જણાવ્યું છે.

Exit mobile version