Site icon Gujarat Mirror

કાલાવડ રોડ પર ‘હિટ એન્ડ રન’: મુસાફર ભરેલી રિક્ષાને ટક્કર મારી કારચાલક ફરાર

 

શહેરના કાલાવડ રોડ પર અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે ગયા રવીવારે અકસ્માતની ઘટનામા ખાણીપીણીની દુકાનનાં ધંધાર્થીનુ અકસ્માતમા મોત થયા બાદ ગઇકાલે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી . આ ઘટનામા કાલાવડ રોડ મોટા મવામા આવેલા બીટ એન્ડ બાઇટ સ્પોર્ટસ કલબ પાસે અકસ્માતની ઘટના બની હતી જેમા પુરઝડપે જઇ રહેલા કારનાં ચાલકે મુસાફર ભરેલી રીક્ષા સાથે અકસ્માત સર્જતા રીક્ષામા સવાર નવી મુંબઇનાં રાણાભાઇ જીવાભાઇ ડુકડીયા (ઉ. વ. 4પ) ને ઇજા થઇ હતી.

જયારે તેમની પુત્રીને સામાન્ય ઇજા થઇ હતી. ત્યારબાદ કોઇએ 108 ને જાણ કરતા રાણાભાઇને સારવાર માટે સિવીલ હોસ્પીટલે લઇ જવાયા હતા. રાણાભાઇએ જણાવ્યુ હતુ કે તેઓ મેટોડામા રહેતા સબંધીને ત્યા આવ્યા હતા અને દિકરીનુ ઓપરેશન કરાવવા અમદાવાદ જવાનુ હોવાથી તેઓ રીક્ષામા બેસી ઇન્દીરા સર્કલ પાસેથી બસમા બેસવાનાં હતા. આ પહેલા જ અકસ્માતની ઘટના બનતા પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.

Exit mobile version