Site icon Gujarat Mirror

ખંભાળિયા પાસે હિટ એન્ડ રન, બુઝુર્ગ મહિલાનું કાર અડફેટે મોત

જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર વસઈ ગામના પાટીયા પાસે ગઈકાલે સાંજે હિટ એન્ડ રન નો બનાવ બન્યો હતો, અને રસ્તો ઓળંગી રહેલા 65 વર્ષના વૃદ્ધ મહિલા ને એક ઇકો કાર ના ચાલકે હડફેટ માં લઈ કચડી નાખતાં ગંભીર ઈજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સિક્કા ગામમાં મચ્છી પીઠ વિસ્તારમાં રહેતા જેતુંનબેન જીકરભાઇ બારોયા નામના 65 વર્ષીય બુઝુર્ગ મહિલા, કે જેઓ ગઈકાલે વસઈ ગામના પાટીયા પાસે રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં રસ્તો ઓળંગી રહ્યા હતા, તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી જી.જે. 27 એ. એચ. 3304 નંબરની ઇકો કાર ના ચાલકે તેઓને હડફેટમાં લઈ લેતાં હેમરેજ સહિતની ગંભીર ઈજા થઈ હતી, અને તેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું છે. આ અકસ્માતના બનાવ અંગે મૃતક ના પુત્ર સલીમ જીકરભાઈ બારોયાએ સિક્કા પોલીસ મથકમાં ઇકો કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં એ.એસ.આઇ.સી.ટી પરમાર બનાવના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળ્યો છે, જ્યારે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version