હડાળા નજીક ‘હિટ એન્ડ રન’: રસ્તો ઓળંગતા ધો.5ના છાત્રને ઠોકરે લેતા મોત

રાજકોટ – મોરબી હાઇવે પર હડાળા ગામે પિતૃ કૃપા સોસાયટી સામે રસ્તો ઓળંગતા 10 વર્ષના બાળકને કારના ચાલકે ઉલાળતા તેમને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં…

રાજકોટ – મોરબી હાઇવે પર હડાળા ગામે પિતૃ કૃપા સોસાયટી સામે રસ્તો ઓળંગતા 10 વર્ષના બાળકને કારના ચાલકે ઉલાળતા તેમને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્યાં બાળકને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.આ ઘટનામાં મૃતકના પિતાએ કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

વધુ વિગતો મુજબ, હડાળા ગામના પાટીયા પાસે આવેલી પિતૃકૃપા સોસાયટીમાં રહેતા ભરતભાઈ પ્રેમજીભાઈ પારીયાનો દસ વર્ષનો પુત્ર દિવ્યેશ ગઈકાલે સાંજે પાંચ વાગ્યે પોતાના ઘરની સામેની બાજુએ દીકરો દિવ્યેશ રસ્તો ઓળંગી દુકાનેથી નાસ્તો લેવા ગયો હતો ત્યારબાદ રસ્તો ઓળંગી પરત ફરતો હતો.ત્યારે એક કારના ચાલકે દિવ્યેશને ઠોકરે લેતા તેમને શરીરે ગંભીર ઇજાઓ થતા તેમને તુરંત 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

આ ઘટના અંગે મૃતક દિવ્યેશના પિતા ભરતભાઈએ કારના ચાલક સામે કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.દિવ્યેશ બે ભાઈમાં મોટો હતો અને તેમના મૃત્યુથી પરિવારમાં શોક છવાઈ ગયો છે.