હિટ એન્ડ રન :કાર અડફેટે મિત્રની નજર સામે જ આધેડનું મોત

શહેરમાં આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર પાસે સાંજે આઠેક વાગ્યે ચાલીને જઈ રહેલા બે મિત્રોને એક કારના ચાલકે ઉલાળી દેતાં એક આધેડનું ગંભીર ઈજા થતાં…

શહેરમાં આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર પાસે સાંજે આઠેક વાગ્યે ચાલીને જઈ રહેલા બે મિત્રોને એક કારના ચાલકે ઉલાળી દેતાં એક આધેડનું ગંભીર ઈજા થતાં મોત થયું હતું. આધેડના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માંડા ડુંગર પાસે ભીમરાવનગરમાં રહેતાં સુભાષભાઈ બખોભાઈ મંડલ (ઉ.વ.47) અને તેના મિત્ર ધર્મેન્દ્રભાઈ ઘોલાભાઈ મહંતો (ઉ.વ.37) સાંજે ઘરેથી નજીકના રોડ પર ચાલીને આટો મારવા નીકળ્યા હતાં. આ વખતે આજીડેમ ચોકીથી પરત ફરતી વખતે માંડા ડુંગર પાસે પહોંચ્યા ત્યારે એક કારની ઠોકરે ચડી જતાં બંનેને ઈજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જો કે અહિ ગંભીર ઇજાગ્રસ્ત સુભાષભાઈ મંડલનું મોત થયું હતું. આધેડના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસ સ્ટેશનના ક્રિપાલસિંહ સહિતે જરૂૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતયુ પમનાર સુભાષભાઈ છેલ્લા પાંત્રીસેક વર્ષેથી રાજકોટમાં રહેતાં હતાં. તે મુળ બિહારના વતની હતાં અને છુટક મજૂરી કરતાં હતાં. તેને સંતાનમાં બે દિકરી અને બે દિકરા છે. પોલીસે અકસ્માત સર્જી ભગી ગયેલા કારચાલકની શોધખોળ હાથ ધરી છે.