Site icon Gujarat Mirror

મોરબીના ખાનપર ગામેથી 4.36 લાખનું અનાજ કબજે

 

ખાનપર ગામમાં ગ્રામ્ય મામલતદારની ટીમે રેડ કરી હતી અને મકાનમાંથી સરકારી અનાજનો જથ્થો મળી આવતા ટીમે 3071 કિલો ઘઉં અને 270 કિલો ચોખા તેમજ વાહનો મળીને કુલ રૂૂ 4.36 લાખનો મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી ગ્રામ્ય મામલતદાર દ્વારા ખાનપર ગામમાં આવેલ ઘરમાં રેડ કરવામાં આવી હતી ઘરમાંથી સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો ઘરમાંથી મામલતદાર ટીમે 3071 કિલો ઘઉં અને 270 કિલો ચોખાનો જથ્થો જપ્ત કર્યો હતો અને સરકારી અનાજ તેમજ બે વાહનો એમ કુલ રૂૂ 4 લાખ 36 હજારનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે મોરબી જીલ્લામાં છાશવારે સરકારી અનાજનો જથ્થો મળી આવતો હોય છે અને ખાનપર ગામેથી સરકારી અનાજનો જથ્થો મળી આવતા ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version