Site icon Gujarat Mirror

હિટ એન્ડ રન : શાપર પાસે બાઇકસવાર આધેડનું પુત્રની નજર સામે જ મોત

રાજકોટમા કારખાનામા કામ કરતા પિતા – પુત્ર ગોંડલ જઇ રહયા હતા. ત્યારે શાપર નજીક અજાણ્યા ટ્રક ચાલકે પિતા – પુત્રનાં બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામા ગંભીર રીતે ઘવાયેલા પિતાનુ પુત્રની નજર સામે મોત નીપજતા કરુણ કલ્પાંત સર્જાયો હતો. ગોંડલમા આવેલા સ્ટેશન પ્લોટ વિસ્તારમા રહેતા જેન્તીભાઇ બાબુભાઇ મોરીધરા (ઉ.વ. પ4 ) પોતાનાં પુત્ર નીકુંજ મોરીધરાનાં બાઇક પર બેસી રાજકોટથી ગોંડલ જઇ રહયા હતા. ત્યારે શાપર નજીક પહોંચતા માતેલા સાંઢની માફક ધસી આવેલા અજાણ્યા ટ્રક ચાલકે પિતા – પુત્રનાં બાઇકને ઉલાળતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છુટયો હતો. હિટ એન્ડ રનની ઘટનામા ગંભીર રીતે ઘવાયેલા જેન્તીભાઇ મોરીધરાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. જયા તેમની સારવાર કારગત નીવડે તે પુર્વે હોસ્પીટલનાં બીછાને દમ તોડી દેતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.

પ્રાથમીક પુછપરછમા મૃતક જેન્તીભાઇ મોરીધરા ત્રણ ભાઇ બે બહેનમા મોટા હતા . અને તેમને સંતાનમા એક પુત્ર અને પુત્રી છે . જેન્તીભાઇ અને તેમનો પુત્ર નીકુંજ બંને રાજકોટ કારખાનામા કામ કરી ગોંડલ ખાતે પોતાનાં ઘરે પરત ફરતા હતા. ત્યારે જેન્તીભાઇ મોરીધરાને રસ્તામા જ કાળ ખેચી ગયો હોવાનુ જાણવા મળી રહયુ છે આ બનાવ અંગે પોલીસે અકસ્માત સર્જી નાસી છુટેલા ટ્રક ચાલકને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા છે.

Exit mobile version