Site icon Gujarat Mirror

ઉપલેટાના પડવલા ગામનો શખસ બે જામગરી બંદૂક સાથે ઝડપાયો

હથિયાર કોની પાસેથી ખરીદ્યુ તે બાબતે રીમાન્ડ ઉપર પૂછપરછ

ઉપલેટાના પડવલા ગામે રાજકોટ ગ્રામ્ય એસઓજીએ બે દેશી જામનગરી બંદુક સાથે મુસ્લિમ શખ્સની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે. મળતી વિગતો મુજબ રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ અને જીલ્લા પોલીસ વડા હિમકર સિંહ દ્વારા લ્લામાં ગેરકાયદેસર હથીયાર રાખતા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જે સુચના અન્વયે રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. શાખાના પી.આઈ એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાની ટીમ ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન મળેલી બાતમીના આધારે ઉપલેટાના પડવલા ગામના અબ્દુલભાઇ ઉર્ફે ચીનો બોદુભાઇ ખફીની વાડીએ તપાસ કરતા ત્યાંથી 2 દેશી બનાવટની જામગરી બંદુક મળી આવી હતી.

રૂૂ.10,000ની બંદુક કબજે કરી અબ્દુલની ધરપકડ કરી વધુ પુછપરછ શરુ કરી છે. રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી. શાખાના પી.આઈ એફ.એ.પારગી તથા પીએસઆઈ કે.એમ.ચાવડા તથા એ.એસ.આઇ. પરબતભાઇ શામળા, તથા પો.હેડ.કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ, વિરરાજભાઇ ધાધલ, તથા પો.કોન્સ નિર્મળસિંહ ચુડાસમા, ચિરાગભાઇ કોઠીવાર, કલ્પેશભાઇ કોઠીવાર દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

Exit mobile version