Site icon Gujarat Mirror

મોરબીમાં હિટ એન્ડ રન : પીકઅપ વાન અડફેટે બાઈકચાલકનું મોત

ગોંડલના લુણીવાવમાં અસ્થિર મગજના યુવાને પોતાની જાતે પેટમાં છરી હુલાવી દીધી

મોરબીમાં રહેતાં વૃધ્ધ પોતાનું બાઈક લઈ ચોકીદારી કરવા જઈ રહ્યા હતાં ત્યારે અજાણ્યા પીક અપ વાનના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જે હીટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વૃધ્ધે સારવારમાં દમ તોડતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. મોરબીમાં આવેલા મહાવીરનગરમાં રહેતાં અમૃતભાઈ ખીમજીભાઈ નામના 69 વર્ષના વૃધ્ધ સવારના સાડા છએક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈ સિકયોરિટી ગાર્ડ તરીકે ફરજ પર જતાં હતાં ત્યારે મહારાણા પ્રતાપ સર્કલ પાસે અજાણ્યા પીકઅપ વાનના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વૃધ્ધનું રાજકોટ સારવારમાં મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ગોંડલ લુણીવાવ ગામે રહેતા વિનુભાઈ ભીખુભાઈ ચાડમીયા નામના 25 વર્ષના યુવાને પોતાની જાતે પેટમાં છરી હુલાવી દીધી હતી. યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં ઈજાગ્રસ્ત યુવાન ત્રણ ભાઈ એક બહેનમાં વચેટ અને અપરિણીત છે. ઈજાગ્રસ્ત યુવાન માનસિક બિમારીમાં સપડાયો છે અને અગાઉ બે વર્ષ પહેલા પણ ઝેરી દવા પી લીધી હતી. માનસિક બિમારીના કારણે પોતાની જાતે છરી ભોકી દીધી હોવાનું જાંણવા મળ્યું છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version