પાટણવાવ નજીક ફાર્મહાઉસમાં હાઇપ્રોફાઇલ જુગાર કલબ ઝડપાઇ

પાટણવાવના નાગલખડાની સીમમાં હાડફોડી ગામના શખ્સના ફાર્મહાઉસમાં ચાલતી હાઇપ્રોફાઇલ જુગારક્લબ ઉપર ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી જુગાર રમતી રાજકોટ,પોરબંદર અને ઉપલેટા તેમજ જામનગરની 6 મહિલાઓ…

પાટણવાવના નાગલખડાની સીમમાં હાડફોડી ગામના શખ્સના ફાર્મહાઉસમાં ચાલતી હાઇપ્રોફાઇલ જુગારક્લબ ઉપર ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી જુગાર રમતી રાજકોટ,પોરબંદર અને ઉપલેટા તેમજ જામનગરની 6 મહિલાઓ સહિત 11 શખ્સોની ધરપકડ કરી રૂૂ.5.68 લાખની રોકડ સહીત કુલ રૂૂ.12.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વાડી માલિક ફરાર થઇ જતા તેની શોધખોળ શરૂૂ કરી છે.

મળતી વિગતો મુજબ પાટણવાવના નાગલખડાની સીમમાં આવેલ હાડફોડી ગામના સિરાજ નૂરમામદ સમા અને જાવીદભાઈ ગફારભાઈ સમા સાથે મળી ફાર્મહાઉસમાં હાઇપ્રોફાઇલ જુગારક્લબ ચલાવતા હોવાની બાતમીને આધારે ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી જુગાર રમતી રાજકોટના રેલવે નગર સાધુવાસવાણી રોડ શિવાલિક ચોકમાં રહેતી વર્ષાબા પુષ્પરાજસિંહ સતુભા ચુડાસમા સાથે રાજકોટ સાધુવસવાની રોડ નંદભૂમિ ફ્લેટ નંબર 5માં રહેતી એકતાબેન ઉર્ફ અંકિતાબેન જીગ્નેશભાઈ મણવર તેમજ પોરબંદર જુન્ડારા વિસ્તાર મિલ પરા વિસ્તાર શેરી નંબર 7માં રહેતી ભારતીબેન તુલસીભાઇ રાઠોડ, ઉપલેટા નાયરા પેટ્રોલપંપ પાસે અલફિજા પાર્કમાં રહેતી રેશમાબેન હારુનભાઈ ઠેબા, જામનગર પટેલ પાર્ક શેરી નબર 6માં રહેતી નૈયનાબેન રાજેશભાઈ બાબુલાલ બુધ, જુનાગઢ સુખનાથ ચોક કિશોરી વાડા વિસ્તારમાં રહેતી રેશ્માબેન ઇમરાન આમદભાઈ મંધરા, જામનગર ઈવા પાર્ક સોસાયટી ગ્રીન સીટી પાસે રહેતી હંસાબેન ધનજીભાઈ પ્રેમજીભાઈ પરમાર ઉપરાંત જુનાગઢ ચોરખાના ચોક ભીમાવાડા વિસ્તારમાં રહેતો સિકંદરભાઈ હુસેનભાઈ પઠાણ રાજકોટ 150 રિંગ રોડ ફોર્ચ્યુન હોટેલ પાછળ રહેતો ધર્મેશભાઈ મનુભાઈ ગોહેલ, ઉપલેટા હાડફોડી દરગાહ પાસે રહેતો સિરાજ નૂરમામદ સમા, જુનાગઢ સુખનાથ ચોક કિશોરી વાડા વિસ્તારમાં રહેતો ઇમરાન આમદભાઈ મંધરાની ધરપડક કરી હતી. દરોડામાં જુગારકબલનો સહ-સંચાલક જાવીદ ગફારભાઈ સમા નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, જેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

દરોડા દરમિયાન એલસીબીએ રોકડ રકમ રૂૂ. 5.68 લાખ સાથે રૂૂ. 12.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ પૈકી સિરાજ સમા, ઇમરાન મંધરા, હંસાબેન પરમાર, નૈયનાબેન બુધ, રેશ્માબેન ઠેબા, ભારતીબેન રાઠોડ અને નાસી છૂટેલ જાવીદ સમા અગાઉ પણ જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં જુગાર ધારા હેઠળ ગુનાઓમાં ચોપડે ચડી ચૂક્યા છે.

જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી એલ.સી.બી.ના પી.આઈ જે.પી.રાવ,પીએસઆઈ કે.એમ.ચાવડા, એચ.સી.ગોહીલ, આર.વી.ભીમાણી, પી.એન.ભરવાડ તેમજ ટીમના બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, મેહુલભાઇ સુવા, નીલેશભાઇ ડાંગર, અરવિંદસિંહ જાડેજા, કૌશિકભાઇ જોષી, મહિલા પોલીસ રેખાબેન નારણભાઇ, શક્તિસિંહ જાડેજા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.