ગાંધીનગર મનપાની ચૂંટણીમાં બે ઉમેદવારના નામ મતદાર યાદીમાં દાખલ કરવા હાઇકોર્ટનો આદેશ

  ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીમાં વોર્ડ નંબર 8ના બે ઉમેદવારોનું નામ મતદાર યાદીમાં ન હતું. ગુજરાત હાઇકોર્ટે તેમને રાહત આપી છે. કોર્ટે સ્ટેટ ઇલેક્શન…

 

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીમાં વોર્ડ નંબર 8ના બે ઉમેદવારોનું નામ મતદાર યાદીમાં ન હતું. ગુજરાત હાઇકોર્ટે તેમને રાહત આપી છે. કોર્ટે સ્ટેટ ઇલેક્શન કમિશનને કહ્યું છે કે દિશાબેન હસમુખભાઈ ચૌધરી અને સિદ્ધાર્થ પરેશભાઈ ચૌધરીનું નામ યાદીમાં ઉમેરો.

દિશાબેનને પ્રારંભિક અને અંતિમ મતદાર યાદીમાં નામ ન મળ્યું. તેમણે 15 સપ્ટેમ્બરે વિધાનસભા મતદાર યાદીમાં નામ ઉમેરવા અરજી કરી હતી. 22 સપ્ટેમ્બરે આ અરજી મંજૂર થઈ. નોમિનેશન ભરવાની મુદત પહેલાં જ નામ મંજૂર થયું હોવાથી કોર્ટે કહ્યું કે તેમને મતદાર ગણવા જોઈએ.

કોર્ટે સ્પષ્ટ કર્યું કે એસઈસીને મતદાર યાદીમાં નામ ઉમેરવા કે કાઢવાનો અલગ અધિકાર નથી. વિધાનસભા યાદીમાં નામ પછીથી ઉમેરાયું હોય તે કારણે વાંધો ચાલી શકે નહીં.જસ્ટિસ એન.એસ. સંજય ગૌડા અને જસ્ટિસ જે.એલ. ઓદેદરાની ખંડપીઠે અરજી મંજૂર કરી. કોર્ટે તાત્કાલિક વોર્ડ-8ની યાદી અપડેટ કરવાનો આદેશ આપ્યો છે, જેથી બંને ચૂંટણી લડી શકે.