RMCના કરદાતા બન્યા હાઈટેક, 76 કરોડમાંથી 56 કરોડનો એડવાન્સ ટેક્સ ઓનલાઈન ભરાયો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બજેટ વર્ષ 2026-27 માટે મિલ્કતવેરા તથા પાણી વેરાની વસુલાતની કામગીરી તારીખ 07-04-2026થી શરૂૂ કરવામાં આવેલ છે. રાજકોટ શહેરના કરદાતાઓ દ્વારા મહાનગરપાલિકાની વિવિધ…

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બજેટ વર્ષ 2026-27 માટે મિલ્કતવેરા તથા પાણી વેરાની વસુલાતની કામગીરી તારીખ 07-04-2026થી શરૂૂ કરવામાં આવેલ છે. રાજકોટ શહેરના કરદાતાઓ દ્વારા મહાનગરપાલિકાની વિવિધ ડિજિટલ તથા ઓફલાઇન સુવિધાઓનો વ્યાપક ઉપયોગ કરી સમયસર વેરા ભરપાઇ કરવામાં આવી રહી છે, જેના પરિણામે વસુલાતમાં ઉત્સાહજનક પ્રતિસાદ પ્રાપ્ત થયો છે.

તા. 29-04-2026 સુધીમાં કુલ 1,29,629 કરદાતાઓ દ્વારા રૂૂ. 76.34 કરોડની વેરા વસુલાત થવા પામી છે. જેમાંથી ઓનલાઇન માધ્યમ દ્વારા ચુકવણી કરનાર કરદાતાઓની સંખ્યા નોંધપાત્ર રહી છે. કુલ 95,896 કરદાતાઓએ ઓનલાઇન માધ્યમથી રૂૂ. 56.01 કરોડની રકમ ભરપાઇ કરી છે, જ્યારે 33,733 કરદાતાઓએ ચેક તથા રોકડ મારફતે રૂૂ. 20.33 કરોડની ભરપાઇ કરી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ વેરા ભરપાઇ કરનાર કરદાતાઓને પ્રોત્સાહનરૂૂપ ડિસ્કાઉન્ટ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધી કુલ રૂૂ. 8.63 કરોડ જેટલી માતબર ડિસ્કાઉન્ટ રકમ કરદાતાઓને આપવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમલમાં રહેલ ડિસ્કાઉન્ટ યોજના મુજબ તા. 31-05-2026 સુધી સામાન્ય કરદાતાઓને 10 ટકા ડિસ્કાઉન્ટ તથા મહિલા કરદાતાઓને વિશેષરૂૂપે 15 ટકા ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવી રહ્યો છે. ત્યારબાદ તા. 01-06-2026થી તા. 30-06-2026 દરમિયાન મહિલા કરદાતાઓને 10 ટકા તથા સામાન્ય કરદાતાઓને 5 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

વર્ષ 2025-26ની સરખામણીએ પણ આ વર્ષે વસુલાતને સારો પ્રતિસાદ પ્રાપ્ત થઈ રહ્યો છે. વર્ષ 2025-26 દરમિયાન કુલ 1,39,692 કરદાતાઓ દ્વારા રૂૂ. 84.19 કરોડની વસુલાત થવા પામી હતી. જેમાં 1,03,530 કરદાતાઓએ ઓનલાઇન માધ્યમથી રૂૂ. 59.77 કરોડની ભરપાઇ કરી હતી, જ્યારે 36,162 કરદાતાઓએ ચેક તથા રોકડથી રૂૂ. 24.42 કરોડની ચુકવણી કરી હતી. તે સમયગાળા દરમિયાન કુલ રૂૂ. 9.43 કરોડ જેટલી ડિસ્કાઉન્ટ રકમ એડવાન્સ ટેક્સ ભરનાર કરદાતાઓને આપવામાં આવી હતી.