આંતરરાષ્ટ્રીય

ઇઝરાયલના હવાઇ હુમલામાં હિઝબુલ્લાહનો મિસાઇલ કમાન્ડર ઇબ્રાહિમ કુબૈસી ઠાર

Published

on

માઉન્ટ ડોવ ઓપરેશનનો હતો માસ્ટર માઇન્ડ, લેબનોનમાં મૃત્યુઆંક 564 થયો

સતત પાંચમા દિવસે ઈઝરાયેલનો લેબનોન પર હવાઈ હુમલો યથાવત છે. મંગળવારે ઈઝરાયેલે હિઝબુલ્લાહનો ટોચનો ગણાતો સિનિયર કમાન્ડર ઇબ્રાહિમ કુબૈસીને ઠાર કર્યો હતો. અત્યાર સુધી 564 લોકોના મોત થયા છે.
ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે હિઝબુલ્લાહના સિનિયર કમાન્ડર ઇબ્રાહિમ કુબૈસીને ઠાર કર્યો હતો. ઇબ્રાહિમ કુબૈસી માત્ર હિઝબુલ્લાહના ટોચના કમાન્ડરોમાંનો એક ન હતો પરંતુ તે આ સંગઠનનો મિસાઈલ મેન પણ હતો. ઈઝરાયેલ પર તમામ હવાઈ હુમલાઓ તેણે જ કર્યા હતા. ઈઝરાયેલ ટાઈમ્સ અનુસાર દક્ષિણી ઉપનગરમાં એક ઈઝરાયેલી હવાઈ હુમલામાં કુવૈસી સહિત 6 લોકોના મોત થયા હતા. હિઝબુલ્લાહે હુમલાના થોડા કલાકો બાદ ઇબ્રાહિમ કુબૈસીના મોતની પુષ્ટિ કરી હતી.


મિસાઇલ કમાન્ડર ઇબ્રાહિમ કુબૈસી દાયકાઓ સુધી હિઝબુલ્લાહની મિસાઇલ ક્ષમતાઓમાં કેન્દ્રીય વ્યક્તિ હતા. કુબૈસી 1980ના દાયકામાં હિઝબુલ્લાહના સાથે જોડાયો હતો. તેમણે ઘણા મિસાઈલ યુનિટને કમાન્ડ કર્યા, ખાસ કરીને ચોક્સાઈ-ગાઈડેડ મિસાઈલ પ્રોગ્રામ. ઇઝરાયેલ સામે હિઝબુલ્લાહની લશ્કરી વ્યૂહરચનામાં સામેલ હતો અને વરિષ્ઠ સૈન્ય નેતાઓ સાથે ગાઢ સંબંધો હતા.


કુબૈસીએ 2000માં હિઝબુલ્લાહના માઉન્ટ ડોવ ઓપરેશનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઓપરેશનમાં ત્રણ ઈઝરાયેલ સૈનિકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં આ સૈનિકો મૃત્યુ પામ્યા હતા. 2004 માં કેદીઓની અદલાબદલીમાં તેમના મૃતદેહ પરત કરવામાં આવ્યા હતા. આ ઓપરેશનમાં તેની મહત્વપૂર્ણ કામગીએ હિઝબુલ્લાહમાં ઇબ્રાહિમ કુબૈસીને વધુ મજબૂત બનાવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version