Site icon Gujarat Mirror

જન્મ-મરણ વિભાગમાં ભારે ધસારો: નવી 4 કિટ મુકાઈ

 

આરોગ્ય ચેરેમેન તેમજ અધિકારીએ આજે ચેકીંગ કરી અરજદારોની વ્યથા સાંભળી 6ના બદલે 10 કિટ ચાલુ કરાવી બેસવાની અને પાણીની વ્યવસ્થા કરવાની સૂચના આપી

મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં ચેલ્લા ઘણા સમયથી દરરોજ અરજદારોની લાઈનો લાગે છે. સવારે 9 વાગ્યાથી લાઈનમાં બેસેલા અરજદારોનો બપોરે પણ વારો આવતો નથી જેમાં સોમવાર અને બુધવારે અરજદારોની ભીડ લાગી રહી છે અને આ મુદ્દે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. તેમાં શાળાઓ અને પાસપોર્ટ ઓફિસમાં પુરા નામનો જન્મનો દાખલાનો નિયમ અમલમાં મુકતા ભીડમાં વધારો થયો છે. જેમાં આજે બારે ભીડના કારમે અરજદારોમાં રોષ વ્યાપી જતાં આરોગ્ય વિભાગના ચેરમેન અને આરોગ્ય અદિકારીએ જન્મ-મરણ વિભાગની મુલાકાત લઈ અરજદારોની વ્યથા સાંભળી હાલમાં ચાલુ 6ની જગ્યો 10 કિટ ચાલુ કરવાની અને રજદારો માટે બેસવાની તેમજ પાણીની વ્યવસ્થા કરવાની સૂચના આપી હતી.

મનપાના સેન્ટ્રલઝોન કચેરી કાતે આવેલ જન્મ-મરણ વિભાગમાં આજે સવારે 9 વાગ્યાથી અરજદારોએ લાઈનો લગાવી હતી. બપોરે 1 વાગ્યા સુધીમાં ભારે ધસારો થતાં બાળકો સાથે આવેલ મહિલાઓમાં રોષ વ્યાપી ગયો હતો. આ મુદ્દે તંત્રને રજૂઆત કરતા તાત્કાલીક ધોરણે આરોગ્ય ચેરમેન કેતન પટેલ અને આરોગ્ય અધિકારી જયેશ વકાણીએ જન્મ-મરણ વિભાગ ખાતે રૂબરૂ જઈ હાલમાં ચાલુ રહેલ કિટનો અભ્યાસ કરી દરરોજ કેટલાક દાખલા કાઢવામાં આવી રહ્યા છે તેવી પુછપરછ કરવામાં આવેલ જેના આધારે વધુ કીટની જરૂરિયાત હોવાનું જણાતા હાલમાં કાર્યરત છ કીટની જગ્યાએ વધુ ચાર કિટ ફાળવી 10 કિટ દ્વારા આવતી કાલથી કામ શરૂ કરવામાં આવે તેવી સુચના જન્મ-મરણ વિભાગના અધિકારી પ્રેરિતભાઈને આપી હતી.

તેવી જ રીતે જન્મ-મરણ વિભાગમાં આવતા અરજદારો માટે બેસવાની વ્યવસ્તા અને પીવાના પાણીની વ્યવસ્થા તાત્કાલીક ઉભી કરવામાં આવે તેવી સુચના આપી હતી. જન્મ-મરણ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી લાઈનો જોવા મળી રહી છે. આ મુદ્દે અરજદારોની પુછપરછ કરતા માલુમ પડેલ કે, પાસપોર્ટ ઓફિસમાં તેમજ તમામ શાળાઓમાં જન્મના દાખલાની પુરા નામ વાળી કોપી માંગવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા જન્મના દાખલામાં ફેરફાર કરવામાં આવ્યો ત્યારથી આધારકાર્ડ અને હવે શાળાઓએ પણ પુરા નામના દાખલાનો આગ્રહ રાખતા અગાઉ નિકળેલા દાખલામાં સુધારો કરવા માટે સૌથી વધુ અરજદારો જન્મ-મરણ વિભાગમાં આવતા હોવાનું જાણવા મળ્યું છે. આતી આવતી કાલથી 10 કિટ શરૂ કરાતા અરજદારોને થોડીક રાહત મળશે તેવું લાગી રહ્યું છે.

Exit mobile version