મચ્છરનું બ્રીડીંગ પકડાશે તો આકરો દંડ, RMCનો નવો કાયદો

1983નો જુનો કાયદો રદ કરી 2026નો નવો કાયદો બનાવાયો : પ્રથમવાર પકડાશે તો 2000, બીજીવાર 5000, ત્રીજીવાર સીધો જ 10 હજારનો દંડ નોટિસ આપવા છતા…

1983નો જુનો કાયદો રદ કરી 2026નો નવો કાયદો બનાવાયો : પ્રથમવાર પકડાશે તો 2000, બીજીવાર 5000, ત્રીજીવાર સીધો જ 10 હજારનો દંડ

નોટિસ આપવા છતા બેદરકારી ચાલુ રહેશે તો દરોજના રૂૂ.200 દંડની કાયદામાં જોગવાઇ : પ્રિમાઇસીસ સીલ કરવા સુધીના પગલાં લેવામા આવે તેવો આકરો નિયમ

આવા વારંવાર નિયમોનો ભંગ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે મહાનગરપાલિકા દ્વારા નવો કાયદો બનાવવામા આવ્યો છે. મચ્છરનું બ્રીડીંગ પ્રથમ વખત પકડાશે તો રૂૂ.2000, બીજીવખત પકડાશે તો 5000 અને ત્રીજીવાર પકડાશે તો એ આસામીને સીધો જ રૂૂ.10 હજારનો દંડ કરવામા આવશે. નોટિસ આપવા છતા જો બેદરકારી ચાલુ રહેશે તો દરોજ રૂૂ.200ના દંડની પણ જોગવાઇ આ નવા કાયદામાં રાખવામા આવી છે.

મચ્છર બ્રીડીંગ માટે અત્યાર સુધી સામાન્ય દંડ હતો. પરંતુ હવે નવા કાયદામાં આકરી પેનલ્ટી સહિત કડક પગલાંની જોગવાઇ છે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં મચ્છર અને અન્ય જીવાતોના ઉપદ્રવ સામે નિયંત્રણ લાવવા વર્ષ 1983ના જૂના નિયમો રદ કરીને નવા બાયલોઝ 2026 લાવવાની ઠરાવ કરવામાં આવ્યો છે. શહેરના વધતા વ્યાપ, બાંધકામ પ્રવૃત્તિઓ અને બદલાતી જીવનશૈલીને કારણે પાણી ભરાવા અને મચ્છર ઉત્પત્તિની ફરિયાદો વધી રહી છે, જેના સામે જૂના નિયમો અને નજીવો દંડ અપૂરતા સાબિત થયા છે. નવા બાયલોઝ મુજબ, નિયમ ભંગ કરનાર સામે તબક્કાવાર દંડની જોગવાઈ છે. અગાઉ મહત્તમ દંડ રૂૂ. 500 સુધી અને નોટિસ બાદ દરરોજ રૂૂ. 20 હતો, જેના સ્થાને હવે પ્રથમ ભંગમાં રૂૂ. 2,000, બીજા ભંગમાં રૂૂ. 5,000 અને ત્રીજા કે વારંવારના ભંગમાં રૂૂ. 10,000 સુધીના દંડની જોગવાઈ સૂચવવામાં આવી છે.

નોટિસ છતાં ભંગ ચાલુ રહે તો દરરોજ રૂૂ. 200 સુધીનો દંડ થઈ શકશે. ઉપરાંત, એક જ સ્થળે વારંવાર મચ્છર ઉત્પત્તિ જણાય તો બિન-રહેણાંક મિલકતને સીલ કરવાની કાર્યવાહી પણ થઈ શકશે. આ મામલે જનરલ બોર્ડમાં મનપાના કાયદા નિયમન સમિતિ ચેરમેન જયરાજસિંહ જાડેજા અને તેમની ટીમે ઠરાવ કર્યો હતો.મેયર ડો. નેહલ શુક્લે લોક આરોગ્યના હિતમાં આ ઠરાવને લીલી ઝંડી આપી મનપા તંત્રના અધિકારીઓને તેના પર કામ કરવા આદેશ આપ્યા છે.મિલકતો, બાંધકામ સ્થળો, ટાંકીઓ અને ખુલ્લા પ્લોટમાં પાણીનો ભરાવો અટકાવી જાહેર આરોગ્ય સુરક્ષિત રાખવાનો આ નિર્ણયનો મુખ્ય હેતુ છે.

શહેરમાં ડેન્ગ્યૂ અને મેલેરિયા જેવા રોગોને કાબૂમાં રાખવા માટે માત્ર તંત્રની કામગીરી પૂરતી નથી, પરંતુ નાગરિકોની જાગૃતિ અને સ્વયંશિસ્ત પણ એટલી જ જરૂૂરી છે. નવા બાયલોઝના કડક અમલથી રીઢા બેદરકાર લોકોમાં કાયદાનો ડર ઊભો થશે અને તેઓ પોતાના પરિસરમાં પાણીનો ભરાવો થતો અટકાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આકરા દંડ અને દૈનિક પેનલ્ટીની જોગવાઈ દ્વારા મહાનગરપાલિકાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનારી બેદરકારી હવે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.

રાજકોટે મેલેરિયામુક્ત બનાવવુ એ સ્વ.વિજયભાઇનું સ્વપ્ન હતુ
પુર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઇ જ્યારે ગુજરાતનું સુકાન સંભાળતા હતા એ કાર્યકાળ દરમિયાન રાજકોટમાં મનપાના જ એક આરોગ્યલક્ષી કાર્યક્રમ દરમિયાત તેમણે એવુ પ્રણ લીધુ હતુ કે, રાજકોટને કોઇપણ કાળે મેલેરિયા મુક્ત બનાવવુ છે. મચ્છરોની ઉત્પતિ થાય તેવી કોઇ બેદરકારી રહેવી ન જોઇએ. આ કામ મહાનગરપાલિકાથી ચાલુ કરીને જનજાગૃતિ સુધી પહોંચાડવુ એ સ્વ.વિજયભાઇનું સ્વપ્ન હતુ.