Site icon Gujarat Mirror

જંગલેશ્ર્વર ડિમોલિશન મામલે 27મીએ સુનાવણી

ટી.પી.ના રસ્તા ખોલવાનો માર્ગ મોકળો, ફાઈનલ પ્લોટના દબાણો હટાવવા સામે કાનૂની લડત

રાજકોટના આજી નદીના કાંઠે આવેલ જંગલેશ્ર્વર સહિતના વિસ્તારોમાં કોર્પોરેશનની જમીન ઉપર ઉભેલા 1400 થી વધુ ગેરકાયદે બાંધકામો તોડવા આગામી સોમવારથી મોગા ડિમોલીશન હાથ ધરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે દબાણકારોએ ડિમોલીશન અટકાવવા ગઈકાલે હાઈકોર્ટમાં દાખલ કરેલી પીટિશનની આજે અર્જન્ટ સુનાવણી હાથ ધરવામાં આવી હતી તેમાં ટીપીના રસ્તાઓ ખોલવા સામે કોઈ મનાઈ હુકમ આપવામાં આવ્યો નથી જ્યારે ફાઈનલ પ્લોટમાં થયેલા દબાણો હટાવવા મામલે આગામી તા.27મીના રોજ સુનાવણઈ મુકકર કરવામાં આવી છે.

મહાનગરપાલિકા દ્વારા ટી.પી.ના રસ્તા ખુલ્લા કરવા અને આજી રિવરફ્રન્ટની જમીન ખુલ્લી કરવા કુલ 1489 જેટલા દબાણકારોને જાતે દબાણો ખસેડી લેવા નોટિસો આપી સોમવારે ડીમોલીશન હાથ ધરવાની જાહેરાત કરી હતી જેના પગલે ગઈકાલે હાઈકોર્ટમાં અરજન્ટ પિટીશન દાખલ કરી હતી. જેની આજે સુનાવણી થતાં સરકાર-મહાનગરપાલિકા અને દબાણકારોના વકીલો વચ્ચે લાંબી દલીલો ચાલી હતી.

રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આવેલ જિલ્લા કલેક્ટર હસ્તકની 1.92 લાખ ચોરસ મીટર જમીન પરના દબાણ હટાવવા મામલે રેવન્યુ ટ્રિબ્યૂનલમાં ત્રણ મહિનામાં સુનાવણી પૂર્ણ કરવાના હાઇકોર્ટના આદેશ બાદ મહાનગરપાલિકાએ અહીં ટીપી રોડ પરના દબાણ તેમજ નદીકાંઠાના દબાણ માટે આગામી તા.23મી ફેબ્રુઆરીએ ઓપરેશન ડિમોલિશન કરવાનું જાહેર કરતાં જ જંગલેશ્વર વિસ્તારના 515 જેટલા પરિવારોએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરતા હાઇકોર્ટે ગુરુવારે અરજન્ટ સુનાવણી શરૂૂ કરી હતી.

જંગલેશ્વર વિસ્તારના રહેવાસીઓએ કરેલી પિટિશનમાં માંગણી કરી છે કે, અમે ટીપી રોડ કપાત કે વિકાસકામમાં અવરોધ બનવા નથી માગતા અમારી એટલી જ માંગ છે કે, અમને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે.

શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર-6ની સરકારી તેમજ કોર્પોરેશનની જમીન પર ગેરકાયદેસર દબાણ હટાવવા મામલે લાંબા સમયથી ચાલી રહેલી કાર્યવાહી અન્વયે મનપાએ આગામી તા.23 ફેબ્રુઆરીએ દેવપરાથી આજી નદી સુધીના ટીપી રોડને ખુલ્લો કરાવવા ઉપરાંત નદીકાંઠે ગેરકાયદેસર રીતે કોર્પોરેશનની માલિકીની જમીન પર ઊભા થયેલા 1400થી વધુ દબાણ હટાવવા ડિમોલિશન કરવાનું જાહેર કરતાં જ ગુરુવારે રાજકોટના સામાજિક અગ્રણી પરસોત્તમ પીપળિયા, એડવોકેટ રવિ ગોગિયા અને આનંદ ગોગિયા દ્વારા જંગલેશ્વરના 515 જેટલા રહેવાસીઓ વતી હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરતા હાઇકોર્ટે સુનાવણી હાથ ધરી હતી.

Exit mobile version