rajkot

રાજકોટની સેન્ટ્રલ જેલના 70 કેદીઓની દયાની અરજી પર 19મીએ સુનાવણી

Published

on

રાજકોટની સેન્ટ્રલ જેલમાં જુદા જુદા ગુના સબબ 14 વર્ષથી વધી સમયથી સજા ભોગવતાં 70 જેટલા કેદીઓએ માનવતા અને સારી ચાલચલગતને ધ્યાને લઈને જેલમાંથી મુક્તિ આપવા માટે દયાની અરજી કરવામાં આવી છે જેની બે વર્ષ બાદ આગામી 19મીએ બેઠક બોલાવવામાં આવી છે. જેમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને દયાની અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવશે.
રાજકોટની સેન્ટ્રલ ઝોનમાં 14 વર્ષથી વધુ સમયથી જુદા જુદા ગુનામાં સજા ભોગવતા 120થી વધુ કેદીઓમાંથી 70 જેટલા કેદીઓએ માનવતાના ધોરણે સારી ચાલચલગતના ધોરણે જેલમાંથી મુક્તિ આપવા માટે જિલ્લા કલેકટર સમક્ષ દયાની અરજી કરી છે.
બે વર્ષથી જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બનેલી જેલ કમીટીની બેઠક મળી ન હોય જેના કારણે કેદીઓની દયાની અરજી લાંબા સમયથી પેન્ડીંગ બોલતી હોય તાજેતરમાં જ જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ આ મુદ્દો હાથ ઉપર લીધો હતો અને પોલીસ અધિકારીઓ જેલ અધિક્ષક, ન્યાયધીશની આગામી તા.19મીએ બેઠક બોલાવી છે.
જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મળનારી આ બેઠકમાં 70 જેટલા કેદીઓની દયાની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ આ અંગેનો અહેવાલ ગૃહવિભાગને મોકલી આપવામાં આવશે ત્યારબાદ ગૃહ વિભાગ કેદીઓને જેલમાંથી મુક્તિ આપવી કે કેમ? તે અંગેનો નિર્ણય લેશે. તેમ જાણવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version