ક્રાઇમ

ઉતાવળથી મૃતદેહની અંતિમવિધિ કરી નાખી, ક્રાઇમ સીનની વીડિયોગ્રાફી પણ ન કરી

Published

on


કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં એક ટ્રેની મહિલા ડોક્ટર સાથે કથિત દુષ્કર્મ બાદ હત્યા મામલે CBIએ કોલકાતા પોલીસ પર મોટા આરોપ લગાવ્યો છે. CBIના આરોપ પ્રમાણે કોલકાતા પોલીસ અધિકારી અભિજીત મંડલે આરોપી સંજય રોયને બચાવવાનો પ્રયાસ કર્યો અને 31 વર્ષીય મહિલા ડોક્ટરના મૃતદેહનો ઉતાવળમાં અંતિમ સંસ્કાર કરાવી દીધો.


CBIઅધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે, મંડલને 9 ઓગસ્ટના રોજ સવારે 10:03 વાગ્યે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ પાસેથી ઘટના વિશે જાણકારી મળી હતી પરંતુ તે તાત્કાલિક ઘટનાસ્થળે નહોતો પહોંચ્યો. તાલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અધિકારી હોવા છતાં તેઓ સવારે 11:00 વાગ્યે ત્યાં પહોંચ્યા હતા.અધિકારીઓએ એવો પણ આરોપ લગાવ્યો છે કે પોલીસ રેકોર્ડમાં મંડલની જનરલ ડાયરીની નોંધણીમાં ખોટી માહિતી હતી, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ડોક્ટરનો મૃતદેહ ચેસ્ટ મેડિસિનના સેમિનાર રૂૂમમાં બેભાન અવસ્થામાં પડેલો મળી આવ્યો હતો. જ્યારે હકીકત એ હતી કે, પીડિતાને પહેલાથી જ ડોક્ટરોએ મૃત જાહેર કરી દીધી હતી જેમણે શરીરની તપાસ કરી હતી. CBIને શંકા છે કે મંડલે હોસ્પિટલના અધિકારીઓ અને અન્ય અજાણ્યા લોકો સાથે મળીને કાવતરા હેઠળ જાણી જોઈને ડાયરી એન્ટ્રીમાં ખોટા તથ્યો નોંધ્યા હતા.એજન્સીએ એ પણ આરોપ લગાવ્યો કે મંડલ ક્રાઈમ સીનને સુરક્ષિત રાખવામાં અને સુરક્ષા કરવા માટે કોર્ડન કરવામાં નિષ્ફળ રહ્યો છે. જેના કારણે અનધિકૃત લોકોને ક્રાઈમ સુધી પહોંચવાની અને મહત્વપૂર્ણ પુરાવાઓને નુકસાન પહોંચાડવાની તક મળી. CBI તપાસમાં સામે આવ્યું છે કે, કોલકાતા પોલીસે ઋઈંછ નોંધવામાં 14 કલાકનો વિલંબ કર્યો હતો.


મંડલ પર બંગાળ નાર્કોટિક્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (ઇગજજ)ની જોગવાઈઓ હેઠળ ક્રાઈમ સીન પાસેથી વસ્તુઓને હટાવવા, જૈવિક નમૂનાઓને સીલ કરવા વગેરેની સમગ્ર પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અધિકારીઓએ એવો પણ આરોપ લગાવ્યો છે કે પરિવારના સભ્યોની બીજી વખત મૃતદેહ પરીક્ષણની માગણી છતાં મંડલે સોમવારે ઉતાવળમાં અંતિમ સંસ્કારની મંજૂરી આપી હતી.
CBIતપાસમાં કોલકાતા પોલીસ દ્વારા મહત્વપૂર્ણ પુરાવા જપ્ત કરવામાં થયેલી ચૂક પણ સામે આવી છે. 10 ઓગષ્ટના રોજ ક્રાઈમમાં ભૂમિકા સામે આવ્યા છતાં આરોપી સંજય રોયના કપડા અને સામાન જપ્ત કરવામાં બે દિવસોનો બિનજરૂૂરી વિલંબ કરવા માટે મંડલને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. CBIને શંકા છે કે, તપાસની દિશાને ભટકાવવાના ઈરાદાથી સંજય રોય અને અન્ય અજ્ઞાત આરોપીઓની તપાસ કરવા માટે અન્ય સંભવિત આરોપીઓ સાથે ગુનાહિત કાવતરું ઘડવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version