ચમત્કાર, 2 કરોડમાં બનેલી ‘હનુમાનઅંશ’ ફિલ્મની કમાણી 27 કરોડને વટાવી ગઇ

નીમ કરોલી બાબાના આધ્યાત્મિક વ્યક્તિત્વ પર આધારિત છે હનુમાન અંશ’નો બોક્સ ઓફિસ પર ચમત્કારિક વળતો પ્રહારબોક્સ ઓફિસ પર ફિલ્મોનું ગણિત સમજવું થોડું અઘરું છે. રીલીઝ…

નીમ કરોલી બાબાના આધ્યાત્મિક વ્યક્તિત્વ પર આધારિત છે

હનુમાન અંશ’નો બોક્સ ઓફિસ પર ચમત્કારિક વળતો પ્રહારબોક્સ ઓફિસ પર ફિલ્મોનું ગણિત સમજવું થોડું અઘરું છે. રીલીઝ સમયે ફ્લોપ લાગતી ફિલ્મ અચાનક હીટ સાબિત થઈ શકે છે. ગત 7 ઓગસ્ટ 2026ના રોજ કોઈ ખાસ પ્રમોશન કે ચર્ચા વિના રિલીઝ થયેલી ’હનુમાન અંશ’ શરૂૂઆતમાં ફ્લોપ તરફ આગળ વધતી લાગી હતી. ફિલ્મે પહેલા દિવસે માત્ર 10 લાખની કમાણી કરી હતી અને બે અઠવાડિયા બાદ તેની કુલ કમાણી માત્ર 1.48 કરોડ હતી. જોકે, ત્રીજા અઠવાડિયાથી ફિલ્મની કમાણીમાં અચાનક મોટો ઉછાળો આવ્યો અને હવે તેણે ભારતમાં 27 કરોડથી વધુની કમાણી કરી છે.

’હનુમાન અંશ’નું નિર્માણ માત્ર 2 કરોડના બજેટમાં કરવામાં આવ્યું છે. તેની સામે 27.38 કરોડની કમાણી ફિલ્મ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે. આ ફિલ્મ નીમ કરોલી બાબાના જીવન અને તેમના આધ્યાત્મિક વ્યક્તિત્વથી પ્રેરિત છે. સપ્ટેમ્બર 1973માં તેમનું અવસાન થયું હતું અને ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં તેમનો આશ્રમ પણ આવેલો છે. તેમના ઉપદેશોથી અનેક જાણીતી હસ્તીઓ પ્રભાવિત થઈ હોવાનું કહેવાય છે. સ્ટીવ જોબ્સ, માર્ક ઝુકરબર્ગ, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જેવા નામો પણ તેમના અનુયાયીઓ અથવા તેમના વિચારોમાંથી પ્રેરણા મેળવનારા લોકો તરીકે ચર્ચાય છે. આ આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ ફિલ્મ માટે દર્શકોમાં રસનું એક કારણ બની હોવાનું માનવામાં આવે છે.

’હનુમાન અંશ’નું દિગ્દર્શન વિશાલ ચતુર્વેદીએ કર્યું છે. ફિલ્મમાં શોભિનવ સત્યએ મહારાજ-જીની ભૂમિકા ભજવી છે. તેમની સાથે વિહાન શેજ, ચંદન કે, આનંદ, પૂર્ણિમા તિવારી, અનિલ રસ્તોગી, ગુલશન પાંડે, ભગવાનદાસ પટેલ અને રાજીવ મિશ્રા સહિતના કલાકારો જોવા મળે છે.