દેવભૂમિ દ્વારકામાં થોડા સમય પૂર્વે એક આસામીના અપહરણ કરી અને ગોંધી રાખી, માર મારવાના ગુનામાં દ્વારકાના રૂૂપેણબંદરના ખુશાલનગર ખાતે રહેતા અનવર અલી ભેંસલીયા નામના 50 વર્ષના શખ્સનું નામ ખુલવા પામ્યું હતું. લાલશાહીથી નાસતા ફરતા આરોપી તરીકે જાહેર થયેલા અનવર અલીને એલસીબી સ્ટાફના બલભદ્રસિંહ ગોહિલ, અશ્વિનભાઈ વડારીયા, પ્રદીપસિંહ જાડેજા અને પીઠાભાઈ ગોજીયાની બાતમીના આધારે દ્વારકાના શાંતિનગર પ્રાથમિક શાળા નજીકથી ઝડપી લઇ, વધુ તપાસ અર્થે આરોપીનો કબજો દ્વારકા પોલીસને સોંપવામાં આવ્યો હતો.આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ કરવામાં આવી હતી.
દ્વારકામાં અપહરણ અને મારામારી પ્રકરણનો ફરાર આરોપી ઝડપાયો

