ગુજરાત

સતત ત્રીજા વર્ષે કસ્ટોડિયલ ડેથમાં ગુજરાત ટોચ પર

Published

on

કસ્ટોડિયલ ડેથના મામલે ગુજરાત રાજ્ય છેલ્લા છ વર્ષમાં સતત ત્રીજા વર્ષે પણ સમગ્ર દેશમાં પ્રથમ નંબરે આવ્યું છે. આ વર્ષે સમગ્ર દેશમાં 75 લોકોના પોલીસ કસ્ટડીમાં મોત થયા હતા, જેમાં ગુજરાત રાજ્ય 14 મોત સાથે પ્રથમ નંબરે રહ્યું હતું.
પોલીસ કસ્ટડીમાં સતત વધી રહેલાં મોતના કેસને ઘટાડવા ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે ઘણાં પ્રયાસો કર્યો હતા, પરંતુ તેમને સફળતા મળી નથી.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતીમાં તો વળી એમ પણ ચોંકાવનારો ઘટસ્ફોટ કરાયો હતો કે, છેલ્લા પાંચ વર્ષ પૈકીના ચાર વર્ષ દરમ્યાન પણ ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં મોત થયેલા લોકોની સંખ્યા સમગ્ર દેશમાં સૌથી વધુ નોંધાઇ હતી. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતીના કારણે ગુજરાત પોલીસની કામગીરી ઉપર કલંક લાગ્યું હોઇ ગુજરાતના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે રાજ્યના પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળ્યો તે પહેલાં પોલીસ કસ્ટડીમાં થઇ રહેલાં વધુને વધુ મોતના કિસ્સા ઘટાડવા ઘણાં પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમ છતાં કસ્ટોડિયલ ડેથમાં ગુજરાતે પોતાની આગલા વર્ષનાં રેકોર્ડને જાળવી રાખ્યો હતો. વિશેષ કરીને 2022ની સાલ બાદ ગુજરાત પોલીસના જવાનો અને અધિકારીઓની આરોપીને કસ્ટડીમાં થર્ડ ડિગ્રીની ટ્રિટમેન્ટ આપવાની પદ્ધતિ વધુ ઘાતક બની છે, તે ઉપરાંત રાજ્યના જુદા જુદા ભાગોમાં આરોપીને જાહેરમાં બાંધીને ઢોર મારવાના અનેક કિસ્સાઓમાં ઘણાં પોલીસ અધિકારીઓ-જવાનો સામે આરોપનામા ઘડી કાઢવામાં આવ્યા છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના કસ્ટોડિયલ ડેથના આંકડામાં દર્શાવ્યું હતું કે, ગુજરાતમાં આ વર્ષે જે 14 લોકોના પોલીસ કસ્ટડીમાં મોત થયાં હતા તે પૈકી 8 આરોપીએ કસ્ટડીમાં આત્મહત્યા કરી લીધી હતી. 5 આરોપીના મોત કાર્યવાહી દરમ્યાન થયાં હતા, 1 આરોપીનું મોત કસ્ટડીમાંથી ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે થયું હતું.

વર્ષ: 2017
ગુજરાતમાં મોત: 10
ભારતમાં મોત: 100
(નંબર: ત્રીજો- આંધ્ર-27,
મહારાષ્ટ્ર: 15)
આત્મહત્યા: 04
માંદગી-ટ્રિટમેન્ટમાં મોત: 02
કસ્ટડીમાં ઇજાથી મોત: 02
અન્ય: 02

વર્ષ: 2018
ગુજરાતમાં મોત: 14
ભારતમાં મોત: 70
(નંબર: પહેલો)
આત્મહત્યા: 03
માંદગી-ટ્રિટમેન્ટમાં મોત: 06
કસ્ટડીમાં ઇજાથી મોત: 03
કસ્ટડીમાંથી ભાગતી વખતે થયેલા મોત: 01

વર્ષ: 2019
ભારતમાં મોત: 83
(નંબર: બીજો)
માંદગી-ટ્રિટમેન્ટથી મોત: 05
કસ્ટડીમાં થયેલી ઇજાથી મોત 01
માર્ગ અકસ્માત: 01

વર્ષ: 2020
ગુજરાતમાં મોત: 15
ભારતમાં મોત: 76
(નંબર: પહેલો)
આત્મહત્યા: 06
માંદગી-ટ્રિટમેન્ટ
દરમ્યાનમોત 06
અન્ય: 03

વર્ષ: 2021
ગુજરાતમાં મોત: 23
ભારતમાં મોત: 88
(નંબર: પહેલો)
આત્મહત્યા: 09
માંદગી-ટ્રિટમેન્ટ દરમ્યાન મોત: 09
ઇજા પહેલાં મોત: 02
કસ્ટડીમાં થયેલી ઇજાથી મોત: 02
પોલીસ જાપ્તામાંથી ભાગતાં મોત 01

વર્ષ: 2022
ભારતમાં મોત: 75
(નંબર: પહેલો)
આત્મહત્યા: 08
માંદગી-ટ્રિટમેન્ટ દરમ્યાન મોત 05
કસ્ટડીમાંથી ભાગી જવાનો
પ્રયાસ કરતાં થયેલા મોત 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version