સ્વાસ્થ્યના કારણો રજૂ કરીને આસારામે માંગેલા જામીન ફગાવતી ગુજરાત હાઇકોર્ટ

દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ગુજરાત હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સ્વાસ્થ્યના કારણો રજૂ કરીને 20 દિવસના હંગામી જામીન મેળવવા માટે કરાયેલી…

દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ગુજરાત હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સ્વાસ્થ્યના કારણો રજૂ કરીને 20 દિવસના હંગામી જામીન મેળવવા માટે કરાયેલી અરજીને હાઇકોર્ટે આ તબક્કે અયોગ્ય ગણાવીને ફગાવી દીધી છે.

દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઇકોર્ટે આસારામ દ્વારા કરવામાં આવેલી જામીન અરજીને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ ટિપ્પણી કરી હતી કે આ તબક્કે આરોપીને જામીન આપવા યોગ્ય જણાતા નથી, જેથી તેમને કોઈ રાહત આપવામાં આવી નથી.

આસારામ તરફથી મેડિકલ ગ્રાઉન્ડ (સ્વાસ્થ્યના કારણો) આગળ ધરીને 20 દિવસની હંગામી જામીન મંજૂર કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આસારામના વકીલ દ્વારા તેમની ઉંમર અને તબિયતની સારવાર અર્થે જામીન આપવા માટે રજૂઆતો કરવામાં આવી હતી, જેને કોર્ટે ગ્રાહ્ય રાખી ન હતી. ઉલ્લેખનીય છે કે આસારામ સામે સુરતની બે બહેનો દ્વારા નોંધાવવામાં આવેલા ગંભીર દુષ્કર્મના કેસમાં અદાલતે તેમને દોષિત ઠેરવીને આજીવન કેદની આકરી સજા ફટકારી છે. હાલ તેઓ આ સજા ભોગવી રહ્યા છે. હાઇકોર્ટે જામીન અરજી ફગાવી દેતાં આસારામને જેલમાં જ રહેવું પડશે.