ગુજરાત

યાર્ડમાં મુહૂર્તના સોદામાં મગફળી-કપાસના ભાવ નબળા

Published

on

મગફળીની રૂા. 1250 અને કપાસમાં રૂા.1100 સુધીની જ હરાજી થતાં ખેડૂતો નારાજ: મગફળી એક લાખથી વધુ ગુણી અને કપાસની 20 હજાર ભારી સહિતની જણસીથી યાર્ડ છલકાયું

નવા વર્ષના તહેવાર બાદ લાભપાંચમથી યાર્ડમાં જણસીની આવક થઈ હતી. મગફળી અને કપાસથી રાજકોટનું બેડી યાર્ડ છલકાયુ હતું. યાર્ડમાં મુહુર્તના સોદામાં જ મગફળી અને કપાસના ભાવ નબળા મળ્યા હતા. યાર્ડમાં મગફળીની રૂા. 1250 અને કપાસની રૂા. 1100 સુધીમાં જ હરરાજી થતાં પુરતા ભાવ નહીં મળતા ખેડુતો નારાજ થયા હતાં. અને આર્થિક ભારણ વધી ગયું હોવાની વ્યથા ટાલવી હતી. યાર્ડમાં એક લાખતી વધુ મગફળીની આવક થતાં હાલ પુરતી મગફળીની આવક બંધ કરાઈ છે.


આજે વહેલી સવારે જ રાજકોટ બેડી માર્કેટ યાર્ડ ખાતે ચેરમેન જયેશ બોઘરાએ શ્રીફળ વધારીને એને વેપારીઓના મીઠા મોઢા કરાવી મગફળીની હરાજીના શ્રી ગણેશ કરાવ્યા હતા. મુહૂર્તમાં જ નિકાવાના ખેડૂત કૃપાલસિંહને 1250ના ભાવ મળ્યા હતા. સરેરાશ 1250 થી 1100 સુધીના મગફળીના ભાવ બોલાયા હતા. પરંતુ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે 1350 રૂૂપિયાનો ભાવ જાહેર કર્યો છે. ત્યારે ટેકાના ભાવ કરતા બજાર ભાવ આ વખતે ઓછો જોવા મળ્યા હતાં.


પરંતુ વેપારીઓનું માનવું છે કે આગામી દિવસોમાં ભાવ વધે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. સામાન્ય વર્ષો કરતા આ વર્ષે ભાવ થોડો ઓછો જોવા મળી રહ્યો છે. પરંતુ આગામી અઠવાડિયા 15 દિવસમાં ભાવ વધે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. તેમજ મગફળી સાથે સાથે અન્ય જળસીઓની પણ મોટા પ્રમાણમાં આવક નોંધાઈ હતી માર્કેટિંગ યાર્ડમાં કપાસની પણ ₹25,000 મળ જેટલી આવક નોંધાઈ હતી.


લાભ પાંચમની શરૂૂઆતમાં જ ખેડૂતોને ઓછા ભાવ મળતા ક્યાંક ખેડૂતો પણ નિરાશ જોવા મળ્યા હતા. રાજકોટ બેડી યાર્ડમાં આવેલ જામનગરના ખેડૂતે ખ જણાવ્યું હતું કે આ વખતે એક બાજુ ખેડૂતો રાહત પેકેજ જાહેર કર્યું પરંતુ તેમના રૂૂપિયા આપતી નથી બીજી બાજુ બજારમાં પણ ભાવ ઓછા મળી રહ્યા છે. સામાન્ય રીતે ખેડૂતોને 1500 રૂૂપિયાની આસપાસ મગફળીના ભાવ મળવા જોઈએ પરંતુ તે પણ મળતા નથી હાલ અમારે રૂૂપિયા ની જરૂૂર હોવાના કારણે મગફળી નું વેચાણ કરવું પડી રહ્યું છે. ગમે તે ભાવ હોય તે ભાવમાં રૂૂપિયાની જરૂૂરિયાત હોવાના કારણે મગફળી વેચવા અમે મજબુર બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version