Site icon Gujarat Mirror

શહેર મધ્યે શાસ્ત્રી મેદાનમાંથી રૂા.20 લાખની ગ્રીલની ચોરી

oplus_2097152

સતત ધમધમતા વિસ્તારમાં સરકારી કચેરીઓ- મેદાનોની સુરક્ષા ‘રામ’ભરોસે: દારૂ-જુગાર સહિતના દૂષણોનો અડ્ડો

રાજકોટ શહેરના મધ્યમાં પોસ એરિયામાં આવેલા કલેક્ટર હસ્તક આવેલ શાસ્ત્રી મેદાનમાં થી આવારાતત્વો દ્વારા 35 થી 40 જેટલી ગ્રીલો ચોરી થયાની ઘટના સામે આવી છે. જેમને અંદાજિત કિંમત 20 લાખથી પણ વધુ થવા જાય છે મોટાભાગની ગ્રિલો ચોરાઇ જતા અધિકારીઓ પણ દોડતા થઈ ચૂક્યા છે. કલેક્ટરના મોટાભાગના મેદાનો રામ ભરોસે હોય તેવી સ્થિતિ બની છે અને બે ફામ રીતે આવારા તત્વો ન આડો હોય તે રીતે શાસ્ત્રી મેદાન સહીતના મેદાનોમાં દારૂૂ જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બે ભાગ રીતે થાય છે પરંતુ તંત્ર દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી નથી તેમ જ સરકારી મિલકતને નુકસાન પહોંચાડે છે લાખો નું નુકસાન થઈ રહ્યું છે પરંતુ તંત્ર પણ માત્ર જોઈ જ રહ્યું છે.

ગઈકાલે જાગૃત નાગરિક દ્વારા ગ્રિલો ચોરી થયાના વિડીયો વાયરલ થયા બાદ પશ્ચિમ મામલતદાર સહિતના અધિકારીઓ શાસ્ત્રી મેદાન ખાતે દોડી ગયા હતા. તપાસ દરમિયાન સામે આવ્યો હતો કે 35 થી 40 જેટલી ગ્રીલ લુખા તત્વ દ્વારા કાઢીને વેચી નાખી હોવાનું સામે આવ્યું છે જેમની અંદાજિત કિંમત 20 લાખથી પણ વધુ થવા જાય છે મહત્વનું એ છે કે શાસ્ત્રી મેદાન ખાતે અગાઉ પણ મેદાનનો ગેટ આ આવારાતત્વો દ્વારા તોડી નાખવામાં આવ્યા હતા. શાસ્ત્રી મેદાનમાં ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો ન પણ અડ્ડો જામ્યો છે તેમજ બિલ્ડરો દ્વારા મેદાનમાં સોલિડ વેસ્ટના કચરાના પણ ઢગલા જોવા મળી રહ્યા છે.

ઘોડા નાસી છૂટયા બાદ તબેલાને તાળા! તાત્કાલીક તપાસ-ગાર્ડ રાખવાના આદેશ છૂટયા
ગઈકાલે વાયરલ વિડીયો થયા બાદ સીટી પ્રાંત ચાંદની પરમાર દ્વારા પણ તપાસના આદેશો આપવામાં આવ્યા હતા અને તાત્કાલિક ગ્રાઉન્ડ પર સિક્યુરિટી ગાર્ડ રાખવા તેમજ ચોરાયેલા સામાન્ય ફરિયાદ નોંધાવા અંગે મામલતદારને સૂચના આપી હતી. ત્યારબાદ ગઈકાલે પશ્ચિમ મામલતદાર દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Exit mobile version