નવાગામમાં પ્રૌઢે ગળેફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડયો

શહેરમા નવાગામ વિસ્તારમા આવેલ માંધાતા સોસાયટીમા રહેતા પ્રૌઢે કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પ્રૌઢનાં મોતથી પરીવારમા ગમગીની છવાઇ જવા પામી હતી…

શહેરમા નવાગામ વિસ્તારમા આવેલ માંધાતા સોસાયટીમા રહેતા પ્રૌઢે કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પ્રૌઢનાં મોતથી પરીવારમા ગમગીની છવાઇ જવા પામી હતી .

આ અંગે જાણવા મળતી વિગત મુજબ નવાગામમા આવેલ માંધાતા સોસાયટીમા રહેતા મુકેશભાઇ સામતભાઇ કુમારખાણીયા (ઉ.વ. 4પ) પોતાનાં ઘરે હતા ત્યારે કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો . મૃતક પ્રૌઢને સંતાનમા બે પુત્ર અને 3 પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.

અન્ય બનાવમા જુદા જુદા 3 સ્થળે સગીર સહીત ત્રણએ જવલનશીલ પ્રવાહી પી લીધુ હતુ જેમા ઠકકરબાપા હરીજનવાસમા રહેતા વિરાજ રામભાઇ લઢેર (ઉ.વ. 17) એ ફીનાઇલ, રૈયાધાર ઇન્દીરાનગરનાં ચંદ્રેશ દીલીપભાઇ પરમાર (ઉ.વ. 19) એ એસીડ અને મહાત્મા ગાંધી પ્લોટમા રહેતા રંજનબેન શંકરભાઇ મકવાણા (ઉ.વ. 4પ) એ ફીનાઇલ પી લીધુ હતુ. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.