Site icon Gujarat Mirror

સાડી, ડ્રેસ, કુર્તા સહિતના વસ્ત્રોના ‘પીહુ’ એક્ઝિબિશનનો ભવ્ય પ્રારંભ

હેન્ડવર્ક વાળી બાંધણી, બનારસી, ગોતા સહિતની સાડીઓ ઉપરાંત ડ્રેસ, ડ્રેસ મટિરિયલ્સ, કુર્તા, વેસ્ટર્ન અને બોહો શર્ટ સહિતની આઇટમોનો ખજાનો ખૂલ્યો

રાજકોટના ફેશનપ્રેમી બહેનો માટે એક સારા સમાચાર છે. આજથી બે દિવસ માટે શહેરના અમીન માર્ગ વિધાકુંજ સોસાયટી મેઇન રોડ ઉપર ગોલ્ડન સુપર માર્કેટ નજીક વન સોલિટેર ખાતે પીહુ એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે.

હર્ષાબેન પટેલ, દિપ્તીબેન ગજેરા અને પારૂલબેન પટેલ આયોજિત આ ‘પીહુ’ એક્ઝિબિશનમાં અવનવી હાથથી બનાવેલી સાડીઓ, ડ્રેસ, ડ્રેસ મટિરિયલ્સ, કુર્તા, વેસ્ટર્ન અને બોહો શર્ટની વિશાળ રેન્જનો ખજાનો રજૂ કરાયો છે. પ્રદર્શનમાં ખાસ કરીને સિલ્ક અને હેન્ડવર્ક વાળી સાડી તેમજ ડ્રેસ તેમજ કુર્તાઓ ભારે આર્ક્ષણ જમાવ્યું છે.
વન સોલિટેર ખાતે આજથી આ પ્રદર્શનનો પ્રારંભ થયો છે અને આવતીકાલે તા.12ના રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે. પ્રદર્શન સવારે 10થી રાત્રે 8 વાગ્યા સુધી ખૂલ્લુ રહેશે.

હાલ નવરાત્રિ તેમજ દિપાવલીના તહેવારો આવી રહ્યા છે. ત્યારે ફેસ્ટિવલ સિઝનને ધ્યાનમાં રાખીને બાંધણી, ગોતા, બનારસી સહિતની હેન્ડવર્ક વાળી આકર્ષક સાડીઓ ઉપરાંત ડ્રેસ, ડ્રેસ મટિરિયલ્સ, કુર્તા, વેસ્ટર્ન સહિતની આઇટમોની ‘પીહુ’ એક્ઝિબિશનમાં વિશાળ રેન્જ ઉપલબ્ધ કરાવાઇ છે. ત્યારે પરંપરાગત અને આધુનિક વસ્ત્રોની ખરીદી માટે આ પ્રદર્શન ઉત્તમ તક પુરી પાડે છે. શહેરીજનોને આ પ્રદર્શનનો મહતમ લાભ લેવા આયોજન હર્ષાબેન પટેલ, પારૂલબેન પટેલ અને દિપ્તીબેન ગજેરાએ આમંત્રણ પાઠવેલ છે.

શહેરના ફેશન પ્રેમીઓ માટે સારા સમાચાર છે. આજથી બે દિવસ સુધી પીહુ એક્ઝિબિશન શરૂૂ થઈ રહ્યું છે. આ એક્ઝિબિશન 12 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ એક્ઝિબિશનમાં તમને બાઘાની, ગોતા, બનારસી સહિત અનેક પ્રકારની અવનવી અને હાથથી બનેલી સાડીઓનો સંગ્રહ જોવા મળશે. આ એક્સિબિશન વીધ્યનગર મેઈન રોડ, ગોલ્ડેન સુપર માર્કેટની નજીક, અમીન માર્ગ પર યોજાય રહ્યો છે.

સવારના 10 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી ખુલ્લું રહેનાર આ એક્ઝિબિશનમાં તમામ પ્રકારની પરંપરાગત અને આધુનિક સાડીઓ ઉપલબ્ધ રહેશે, જે ખરીદી માટે ઉત્તમ તક પૂરી પાડશે.

Exit mobile version