અટીકા ફાટક પાસે આધેડે ટ્રેન હેઠળ પડતું મૂકી કર્યો આપઘાત

શહેરમાં અટીકા ફાટક પાસે અજાણયા આધેડે ટ્રેન હેઠળ પડતુ મુકી આપઘાત કરી લીધો હતો. પોલીસે મૃતક અજાણયા આધેડના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે. આ બનાવ…

શહેરમાં અટીકા ફાટક પાસે અજાણયા આધેડે ટ્રેન હેઠળ પડતુ મુકી આપઘાત કરી લીધો હતો. પોલીસે મૃતક અજાણયા આધેડના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ અટીકા ફાટક પાસે સવારના નવેક વાગ્યાના અરસામા વેરાવળ જતી ટ્રેન હેઠળ આશરે 45 વર્ષના આધેડે પડતુ મુકી આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા જ માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્લીકા ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી અજાણયા મૃતકના વાલીવારસની શોધખોળ હાથ ધરી આપઘાત પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.