rajkot

રાજકોટના લાયન સફારી પાર્કને સરકારની લીલીઝંડી

Published

on

રાજકોટ શહેરના ઈસ્ટઝોનમાં આવેલ રાંદરડા તળાવની પાછળ આવેલ ફોરેસ્ટની જગ્યામાં 20 હેક્ટર જગ્યા ઉપર લાયન સફારી પાર્ક બનાવવાનો પ્રોજેક્ટ મહાનગર પાલિકાએ ચાલુ બજેટમાં મુક્યો હતો. સફારી પાર્ક માટેની ડિઝાઈન સહિતનીકામગીરી પૂર્ણ કર્યા બાદ આ સ્થળ ઉફર ગત વર્ષે જ ઘનિષ્ટ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. સરકારમાં પ્રોજેક્ટ રજૂ કર્યા બાદ ગઈકાલે સરકારે લાયન સફારી પાર્કને મંજુરી આપી હતી અને ટુંક સમયમાં ગાંધીનગરથી ટીમ આવસે જે સફારી પાર્કને લગતા નિયમો તેમજ જગ્યા સહિતની વિઝિટ કરી જરૂરી સુચનો આપશે. અને ટુંક સમયમાં સફારી પાર્કનુંકામ શરૂ કરવામાં આવશે તેમ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું.
મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવેલ કે, રાજકોટની ભાગોળે આવેલા વાંકાનેરની બાજુમાં હાલ સિંહોને વિહરતા મુકવામાં આવ્યા છે. તેવી જ રીતે આજીડેમ ખાતે સિંહોના સંવર્ધન માટેનુ કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું છે. આથી મહાનગરપાલિકા પાસે સિંહની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. શાશણ ગીર સફારી પાર્કની જેમ રાજકોટ શહેરની ભાગોળે પણ સહેલાણીઓને વિચરતા સિંહ જોવા મળે તે માટે લાયન સફારી પાર્ક બનાવવાની વિચારણા હાથ ધરવામાં આવી હતી. ચાલુ વર્ષના બજેટમાં લાયન સફારી પાર્ક માટે 200 લાખ રૂપિયાના બજેટની જોગવાઈ કરવામાં આવી છે. સ્થળની પસંદગી માટે રાંદરડા તળાવ પાછળ ફોરેસ્ટની જગ્યા આવેલ છે. તે પૈકી 20 હેક્ટર જમીન પર સફારી પાર્ક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી આ વૃક્ષો હવે પરિપકવો થઈ ગયા છે. જેનો અભ્યાસ કર્યા બાદ સરકારે ગઈકાલે સફારી પાર્કને મંજુરી આપી દીધી છે.
કમિશનરે વધુમાં જણાવેલ કે, લાયન સફારી પાર્કની ડિઝાઈન સરકારે મંજુર કરી છે અને આ મુદ્દે આગળની કાર્યવાહી શરૂ કરાવાની સુચના આપી છે. ત્યારે ગાંધીનગરથી એક ટીમ આગામી દિવસોમાં સફારી પાર્કના સ્થળની વિઝિટ કરશે સરકારે મુખ્ય ગેઈટ તેમજ સેફ્ટી સહિતના મુદ્દે અમુક ખાસ સુચના આપી છે. જે અંતર્ગત 20 હેક્ટર જગ્યા ઉપર 2.75 મીટરની ઉંચાઈની કમ્પાઉન્ડ હોલ બનાવવામાં આવશે તેના પર વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે લગાવવામાં આવતી પાંચ મિટરની ઉંચાઈની જાળી લગાવવામાં આવશે. અને સરકારના સેફ્ટી અંગેના મુદ્દા મુજબ તમામ કાર્યવાહી હાથ ધરાશે હાલ 200 લાખની જોગવાઈ લાયનસ સફારી પાર્કની કરવામાં આવી છે. પરંતુ જરૂરત પડ્યે સરકાર દદ્વારા ગ્રાન્ટ રૂપે અથવા મહાનગરપાલિકા દ્વારા વધુરકમ ફાળવવામાં આવશે.

સફારી પાર્કની વ્યવસ્થા

રાંદરડા તળાવની પાછળ 20 હેક્ટર જગ્યા ઉપર લાયન સફારી પાર્કને સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે. પ્રારંભીક ધોરણે ડિઝાઈન મુજિબ સફારી પાર્કમાં નાઈટ સોલ્ડર તથા પાણી માટેના પોન્ડ, વોચ ટાવર, તેમજ ઈન્ટરનલ રોડ અને સફારી પાર્કમાં લાયનોને વિચરતા જોઈ શકે તે માટે શહેલાણીઓ માટેની બેટરી સંચાલીત વાહન વ્યવસ્થા સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે બાકી ગાંધીનગરની ટીમ દ્વારા જે સુચનો કરાશે તે વધારાની વ્યવસ્થા પણ મહાનગરપાલિકા ઉભી કરશે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version