રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તા.8-9ના રાજકોટની મુલાકાતે

  રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી તા. 8 અને 9 ઓક્ટોબર દરમિયાન બે દિવસીય સત્તાવાર મુલાકાતે રાજકોટ આવી રહ્યા છે. રાજકોટ પ્રવાસ દરમિયાન રાજ્યપાલ યુવાનોને પ્રોત્સાહિત…

 

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી તા. 8 અને 9 ઓક્ટોબર દરમિયાન બે દિવસીય સત્તાવાર મુલાકાતે રાજકોટ આવી રહ્યા છે. રાજકોટ પ્રવાસ દરમિયાન રાજ્યપાલ યુવાનોને પ્રોત્સાહિત કરવા ઉપરાંત રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધુ વેગ મળે તે માટે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

મુલાકાતના પ્રથમ દિવસે રાજ્યપાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાનારા યુવક મહોત્સવમાં વિશેષ ઉપસ્થિત રહેશે. યુવાઓની કલા, સંસ્કૃતિ અને પ્રતિભાને ઉજાગર કરતા આ મહોત્સવમાં રાજ્યપાલ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમને પ્રોત્સાહિત કરશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર માટે સતત કરવામાં આવી રહેલા પ્રયાસોના ભાગરૂૂપે બેડી ખાતે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં તેઓ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મહત્વ અંગે માર્ગદર્શન આપશે. રાસાયણિક ખાતરો અને અન્ય કૃષિ ઇનપુટના ઉપયોગને ઘટાડીને જમીન અને પર્યાવરણને અનુકૂળ ખેતી પદ્ધતિઓ તરફ આગળ વધવા અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવશે.રાજકોટ રોકાણ દરમિયાન રાજ્યપાલ જિલ્લાના બે તાલુકાઓની પણ મુલાકાત લેશે.

આ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસ કાર્યો, વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણ તેમજ પ્રાકૃતિક ખેતી કરતા અગ્રણી ખેડૂતો સાથે મુલાકાતનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. રાજ્યપાલ દ્વારા ખેડૂતોના ખેતરોની રૂૂબરૂૂ મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીના અનુભવ અંગે માહિતી મેળવવામાં આવશે.