ગુજરાત

જૂની કોર્ટ સહિતની સરકારી બિલ્ડિંગોનો ઉપયોગ મેડિકલ સેવા અને કોલેજ માટે કરવાની દરખાસ્ત

Published

on

જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી ફરિયાદ સંકલન બેઠકમાં અનેક પ્રશ્ર્નો રજૂ કરાયા

રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની જુલાઈ -2024 માસની બેઠક યોજાઇ હતી જેમાં જુદા જુદા પ્રશ્ર્નો રજૂ થયા હતાં.
આ બેઠકમાં રાજકોટ મ્યુનિસિપાલિટી દ્વારા વોટર હાર્વેસ્ટિંગ, બોર, ચાર નવા ચેકડેમો, સિવિલ હોસ્પિટલ અને રેસીડેન્સિયલ વિસ્તારમાં જળસંચયની યોજનાઓ અને પી.જી.વી.સી.એલ.હસ્તકના રૂૂફ ટોપવાળી યોજના હેઠળ આવેલી અરજીઓ અને ફરિયાદો અંગે ચર્ચાઓ કરાઈ હતી.


કલેક્ટરો જણાવ્યું હતું કે, જૂની કોર્ટ બિલ્ડીંગ સહિતની અન્ય સરકારી બિલ્ડીંગનો ઉપયોગ મેડિકલ સેવાઓ અને મેડિકલ કોલેજ માટે કરવાની દરખાસ્ત વિચારણા હેઠળ છે. અને આ માટે જરૂૂરી કાર્યવાહીનો પ્રારંભ કરી દેવાયો છે.


ધારાસભ્ય દર્શિતાબેન શાહે રાજકોટ ખાતેની રજીસ્ટ્રાર ઓફિસ, નવી પદ્મ કુંવરબા હોસ્પિટલ, સ્પેશિયલ હોમ ફોર બોયઝની ઈમારત, માધાપર ચોકડીના સર્વિસ રોડ, પુરવઠા વિભાગને મળેલો વધારાનો જથ્થો, હોસ્પિટલ ખાતેના પી.એમ.જે.વાય.ના પોર્ટલ, સિવિલ હોસ્પિટલ ખાતેના એરકન્ડિશન, પંખા, કૂલર સહિતની સુવિધાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી યોગ્ય કાર્યવાહી સત્વરે કરવા તાકીદ કરી હતી.


ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ હાલમાં આવેલા ભારે વરસાદના લીધે થયેલા મુંગા પશુઓના મોત, ખેતીના પાકો પર અસર, રસ્તાનું ધોવાણ, ચેકડેમો અને પુલિયા તૂટવા વગેરે અંગે તાત્કાલિક રાહત કામ કરવા જણાવ્યું હતું. આ તમામ રજૂઆતોનું યોગ્ય નિવારણ કરવા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને આદેશ આપ્યા હતા.


ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જમીન માપણીમાં આવતી અરજીઓ અને નિકાલ થયેલી અરજીઓના લીધે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ વિશે જણાવ્યું હતું. જે અંગે કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓને નિયત સમય મર્યાદામાં કાર્ય કરવા સૂચના આપી હતી.


આ બેઠકમાં મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, નિવાસી અધિક કલેક્ટરશ્રી ચેતન ગાંધી, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવનાથ ગવ્હાણે, એ.સી.પી. સજ્જનસિંહ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રી વંગવાણી, પ્રાંત અધિકારીઓ, સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version