ઘંટેશ્ર્વર-પરાપીપળિયાની પ્રાથમિક ટીપી સહિત 4 સ્કીમોને સરકારની મંજૂરી

રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે અમદાવાદ, રાજકોટ અને સુરતની અનેક ટાઉન પ્લાનિંગ સ્કીમોને મંજૂરી આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. વિભાગ દ્વારા જાહેર…

રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે અમદાવાદ, રાજકોટ અને સુરતની અનેક ટાઉન પ્લાનિંગ સ્કીમોને મંજૂરી આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. વિભાગ દ્વારા જાહેર કરાયેલી નોટિફિકેશન મુજબ અમદાવાદના પાલડી એક્સ્ટેન્શન અને આંબાવાડી વિસ્તારની TP સ્કીમોને અંતિમ મંજૂરી આપવામાં આવી છે. જ્યારે અમદાવાદની વિરોચનનગર-ખોરજ વિસ્તારને લગતી TP સ્કીમને નામંજૂર કરવામાં આવી છે. વિરોચનનગર-ખોરજ TP સ્કીમ નામંજૂર કરાઇ છે.

રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (RUDA) દ્વારા રજૂ કરાયેલી પ્રાથમિક ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. 36/3 (ઘંટેશ્વર-પરાપીપળિયા)ને રાજ્ય સરકારે મંજૂરી આપી છે.

સ્કીમમાં વિવિધ ફાઈનલ પ્લોટના વિસ્તાર, હેતુ અને નંબરિંગમાં ફેરફારો મંજૂર કરવામાં આવ્યા છે. કેટલાક પ્લોટોને સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાર્કિંગ અને જાહેર ઉપયોગની સુવિધાઓ માટે અનામત રાખવામાં આવ્યા છે. સરકારના નિર્ણય બાદ આ વિસ્તારમાં માર્ગો, જાહેર સુવિધાઓ અને આયોજનબદ્ધ શહેરી વિકાસને વેગ મળશે.

સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (SUDA)ની પ્રાથમિક ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. 47 (ખોલવડ-ભાડા) અંગે રાજ્ય સરકારે શુદ્ધિ પત્ર જાહેર કરીને અગાઉની નોટિફિકેશનમાં સુધારા કર્યા છે. સુધારા મુજબ કેટલાક ફાઈનલ પ્લોટના ક્ષેત્રફળ અને ઉપયોગ સંબંધિત વિગતોમાં ફેરફાર કરવામાં આવ્યા છે તેમજ કેટલાક ક્રમાંકો રદ કરવામાં આવ્યા છે. નવા સુધારાઓને અનુરૂૂપ TP સ્કીમના દસ્તાવેજો, નકશા અને રીડિસ્ટ્રિબ્યુશન સ્ટેટમેન્ટમાં પણ જરૂૂરી ફેરફારો કરવામાં આવશે.