Site icon Gujarat Mirror

યુદ્ધની આશંકાએ સોનામાં ફરી ભડકો, રાજકોટમાં હાજરનો ભાવ રૂા.1 લાખને પાર

વૈશ્ર્વિક યુદ્ધ અને ટ્રમ્પની ટેરીપ નીતિ વચ્ચે રોકાણકારો સતત સોના-ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે ત્યારે સોનામાં ફરી તેજીની વાપસી થતાં રાજકોટમાં સોનાનો ભાવ હાજરમાં 24 કેરેટનો 1,00,120 રૂપિયા બોલાયો હતો. જ્યારે ચાંદી પણ કિલોએ 2000 રૂપિયા વધારા સાથે 98,600 પર ટ્રેડ થઈ હતી.

રશિયા-યુક્રેન યુદ્ધ, ઈઝરાયલ હમાસ યુદ્ધ બાદ ભારત-પાક. વચ્ચે પણ સરહદે તણાવની શક્યતાથી લોકલ રોકાણકારો હાલ સોના-ચાંદીના રોકાણ તરફ આકર્ષાયા છે. વૈશ્ર્વિક માર્કેટમાં ટ્રમ્પની ટેરિફ ઈફેક્ટને લીધે રોકાણકારો અગાઉથી જ સોનામાં રોકાણ કરી રહ્યા છે. હવે સોનામાં વધુને વધુ તેજી જોવા મળી રહી છે. ગઈકાલે સોનું 98,000 આસપાસ ટ્રેડ થયું હતું. આજે પ્રતિ 10 ગ્રામે સોનામાં 1800 રૂપિયાનો વધારો નોંધાતા રાજકોટમાં બુલિયન માર્કેટમાં રિટેલમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂા. 1,00,120 બોલાયો હતો. 100 ગ્રામના બિસ્કીટમાં આજે રૂા. 18000નો ઉછાળો નોંધાતા 10 લાખની ઉપર ભાવ બોલાયો હતો.

આગામી સમયમાં પણ સોનામાં થોડુઘણુ કરેક્શન બાદ કરતા તેજી જળવાઈ રહે તેવું સોનીબજારના વિશ્ર્વસ્નીય સુત્રો જણાવી રહ્યા છે.

Exit mobile version