ગુજરાત
ધનતેરસે સોનું રોકેટ બન્યું, ભાવ રૂા.81,500ના રેકોર્ડ સ્તરે
શેરબજારમાં સવારે મંદી, બપોર બાદ દિવાળી
દિવાળીના તહેવાર પહેલા આજે ધનતેરસે સોના-ચાંદીમાં વધારો નોંધાયો છે. સોનાનો 24 કેરેટ ફાઈન ગોલ્ડનો આજે રાજકોટ ગોલ્ડ માર્કેટમાં 81,500નો ભાવ બોલાયો હતો. આ સાથે જ સોનાએ નવી ઓલટાઈમ હાઈ સપાટી નોંધાવી છે. આજે શેરબજારમાં સવારે 500 પોઈન્ટ જેટલો કડાકો બોલ્યા બાદ બપોરે બે વાગ્યા બાદ તેજીની વાપસી થતાં શેરબજારમાં સેન્સેક્સમાં 300 પોઈન્ટ સુધીનો વધારો નોંધાયો હતો.
આજે (29 ઓક્ટોબર) ધનતેરસના દિવસે સોનું ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (ઈંઇઉંઅ)ના ડેટા મુજબ, 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂૂપિયા 601 વધીને રૂૂપિયા 78,846 થયો છે. અગાઉ સોનું 78,245 રૂૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. તેમજ, ચાંદીની કિંમત પણ 1,152 રૂૂપિયા વધીને 97,238 રૂૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. અગાઉ ચાંદીનો ભાવ રૂૂ.96,086 હતો. તેમજ, આ મહિને 23 ઓક્ટોબરે ચાંદીએ રૂૂ. 99,151ની ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું હતું.
સેન્સેક્સમાં ગઈકાલના 80,005ના બંધ સામે સેન્સેક્સ આજે લગભગ ફ્લેટ 80,037 પર ખુલ્યો હતો. સવારે 11 વાગ્યાના આસપાસ માર્કેટમાં કડાકો બોલતા સેન્સેક્સ 584 પોઈન્ટ તુટીને 79,421 સુધી પહોંચી ગયો હતો. બપોરે બે વાગ્યા બાદ તેજી જોવા મળતા સેન્સેક્સ બપોરે 3 વાગ્યે 400 પોઈન્ટ વધીને ટ્રેડ થઈ રહ્યો હતો.