સોના-ચાંદીના વાયદા બજારમાં છેલ્લા બે દિવસથી ધૂમ તેજી જોવા મળી રહી છે. ગઇકાલે અને આજના લેટેસ્ટ રેટનુ આકલન કરીને તો ચાંદી લગભગ બે દિવસમાં જ 10000 રૂૂપિયાથી વધુ મોંઘી થઈ ચૂકી છે અને ફરી એકવાર 240000ની સપાટીને ક્રોસ કરી ચૂકી છે. જ્યારે સોનામાં પણ એવો જ માહોલ રહ્યો છે. સોનું ફરી એકવાર ઉછળીને 153000 ની સપાટીને વટાવી ગયો છે.
ચાંદીની વાત કરીએ તો ગઇકાલે ચાંદી એક સમયે 230221 ની નીચલી સપાટીએ પહોંચી ગઇ હતી. જોકે પછી તેમાં તેજીનો માહોલ જળવાતા તે 239300 રૂૂપિયાના હાઈલેવલે પહોંચી ગઇ હતી.
જોકે આજે સવારે ચાંદી ખુલતાની સાથે ફરી એકવાર 240000ના લેવલને ક્રોસ કરી ગઈ હતી. ચાંદીમાં બે દિવસના કુલ ઉછાળાની વાત કરીએ તો 10140 રૂૂપિયા મોંઘી થઈ ચૂકી છે. આજે ચાંદીમાં 2156 નો ઉછાળો આવ્યો છે.
બીજી બાજુ સોનાની વાત કરીએ સોનું ગઈકાલે એક સમયે દોઢ લાખની સપાટી ગુમાવવાની નજીક પહોંચી ગયો હતો. ગઈકાલે સોનાએ 150483 નું લો લેવલ બનાવ્યું હતું. જોકે પછી રાત સુધીમાં તેજી આવતા સોનું ફરી એકવાર 152981 રૂૂપિયા પર ક્લોઝ થયો હતો. જોકે આજે ખુલતાની સાથે 153637 રુપિયાના હાઈ પર પહોંચી ગયો હતો.
સોનામાં ગઈકાલથી આજ સુધીમાં કુલ 3154 રૂૂપિયાનો કુલ ઉછાળો આવી ચૂક્યો છે.
આજે પણ સોનામાં 1250 રૂૂપિયાનો વધારો થતાં વાયદા બજારમાં સોનાનો ભાવ ₹1,54,250 પર પહોંચ્યો છે જ્યારે ચાંદીમાં પણ આજે 4000 રૂૂપિયા નો વધારો થતા વાયદા બજારમાં ચાંદીનો ભાવ ₹2,42,250 પર પહોંચ્યો છે.
સોના ચાંદીના પગલે પગલે આજે શેર બજારમાં પણ ખરીદી જોવા મળતા સેન્સેક્સ અને નિફ્ટી ઉચકાયા હતા. સેન્સેક્સ 410 415 અને નીપતી મિડકેપ 662 પોઇન્ટ વધીને ટ્રેડ થતી જોવા મળે છે. ચાર દિવસ પહેલા ક્રૂડનો ભાવ 109 ડોલર સુધી પહોંચ્યો હતો કે ઘટીને આજે 102.30 ડોલરે પહોંચતા તેની અસર શેરબજારમાં પોઝિટિવ જોવા મળી હતી.
