Site icon Gujarat Mirror

કણકોટના પાટિયા પાસે પ્રેમલગ્ન મામલે યુવતીના પરિવારજનોનો યુવકના ભાઇ-માતા પર હુમલો

આરોપીઓએ ધમકી આપી કે તું કે તારો પરિવાર ધારીમાં દેખાણા તો જીવતા નહી રહેવા દઇએ

મૂળ ધારીના હરિકૃષ્ણનગરમાં રહેતા અને હાલ કાલાવાડ રોડ પર કણકોટ પાટિયા પાસે રહેતા સાગરભાઇ સવજીભાઇ સરવૈયા(ઉ.વ. 29)ના ભાઈ રોહિતે ધારીની અસ્મિતા સાથે પ્રેમ લગ્ન કરી લીધા હોય જે મામલે આ યુવતીના પરિવારે સાગરના ઘરે આવી માથાકૂટ કરી બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ ઘટના મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

સાગરભાઈએ ફરિયાદમા જણાવ્યું હતું કે મારો ભાઇ રોહીત અને ઘારી વેકરીયાપરા ખાતે રહેતી અશ્મીતા બંન્ને છેલ્લા નવેક વર્ષથી એકબીજા સાથે પ્રેમસંબંઘમા છે અને ગઇ તા.10/10 ના રોજ રોહીતે અને અશ્મીતાએ કોર્ટમા લવમેરેજ કરેલ છે. ગઇ તા.09/10/2025 ના રોજ આ અશ્મીતા મારા ભાઈ રોહીત સાથે ભાગીને આવતી રહેલ અને બંન્નેએ બાદ મા મેરેજ કરેલ અને અત્યાર સુધી અલગ-અલગ જગ્યાએ ફરતા હતા અને તા.13/10ના રોજ સાંજના રોહીત અને અશ્મીતા બંન્ને ઘરે આવતા રહેલ હતા ત્યારે દસેક વાગ્યાની આસપાસ આ અશ્મીતા ના પરીવારના લોકો અમારા ઘરે આવેલા હતા.

ત્યારે તેમના પરીવારના લોકો અમારી સાથે ઘર બહાર શાંતીથી વાતો કરતા હતા આ દરમીયાન તેની સાથે આવેલ સાગરભાઇ રવજીભાઇ દાફડા,રાજુભાઇ મનસુખભાઇ દાફડા અને અશ્મીતાની બહેન કોમલ દાફડા આ ત્રણેય અમારા ઘરમા આવેલ અને માથાકુટ કરવા લાગેલ અને બોલવા લાગેલ કે રોહીત અને અશ્મીતાને અમારી સામે હાજર કરો તે બંન્નેને મારી નાખવાના છે અને આ બંન્ને તમારા ઘરમાં જ છે અમને ખબર છે અમે તેમને મારી નાખવા માટે જ આવ્યા છીએ. જેથી આ ત્રણેયને સમજાવેલ કે રોહીત અને અશ્મીતાએ કોર્ટ મેરેજ કરી લીધા છે.

જેથી તમે અહીંથી ચાલ્યા જાવ તો આ સાગરભાઇ તથા રાજુભાઈ અને કોમલબેન આ ત્રણેય મને કીઘુ રોહીત કે તુ કે તારા પરીવાર ના કોઇ ઘારીમા દેખાણા તો જીવતા નહી રહેવા દઇએ એમ કહીને આ ત્રણેય રોહીતને મારવા દોડેલ જેથી મે રોહીત અને અશ્મીતા બંન્નેને રૂૂમમા બંધ કરી દીઘા તો આ સાગરભાઇ અને રાજુભાઇ બંન્ને મને ઢીકા પાટુનો માર મારવા લાગેલ અને ઘક્કો મારી દીવાલ સાથે ભટકાડેલ જેથી મને જમણા હાથની કોણીના ભાગે તથા મોઢાના ભાગે તથા પીઠના ભાગે છોલાયેલ છે તથા ઝપાઝપી દરમીયાન માતા છોડાવવા વચ્ચે પડેલ જેથી તેમને પણ ઘકકો મારેલ બાદ મકાન માલીક પ્રેમજીભાઇ વચ્ચે પડેલ અને તેમને ઘરમાથી બહાર કાઢેલ અને આ માથાકુટ થતા 112 પર કોલ કરી પોલીસ બોલાવી હતી.આ ઘટના મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Exit mobile version