ગુજરાત
અમરેલી પાલિકાના પ્રમુખ સામે મોરચો માંડતા ભાજપના જ સભ્યો
અમરેલી પાલિકા પ્રમુખ દ્વારા સંદર્ભ પત્ર લઇને તમામ સભ્યોને રૂૂબરૂૂ બજવણી કરવા માટે નિકળ્યા હતા. બેઠક મુલત્વી રાખવાનો તેમનો આ નિર્ણય તદ્દન ભૂલ ભરેલો અને ગેરબંધારણીય ગણાવ્યો હતો. અમરેલી ધારાસભ્ય કૌશિક વેકરીયાને તમામ નારાજ સભ્ય મળ્યા હતા બધાને આશ્વાશન આપેલ જે આજદિન સુધી કોઈ નિવારણ આવેલ નહી સભ્યોના આક્ષેપ છે કે વેકરીયા ગ્રુપ ના સભ્યો નગરપાલિકા ના મોટા કામો કરે છે સાથે સભ્યો એ આક્ષેપ લગાવેલ કે વહીવટ દાર ને 10 ટકા 50 ટકાની ભાગીદારી આપતા હોઈ તેથી હાલ ના પ્રમુખ ને હટાવવા માંગતા નહી.
ભાજપ શાસિત અમરેલી નગરપાલિકામાં લાંબા સામયથી ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે જાહેર થયો છે. અમરેલી નગરપાલિકાના પ્રમુખે એજન્ડા બોલાવ્યા બાદ અચાનક બેઠક મુલત્વી રાખતાં હોબાળો મચી ગયો હતો. ભાજપના સભ્યો વચ્ચે લાંબા સમયથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી, જેનો આજે ભડકો થયો હતો. ભાજપના જ સભ્યોએ આજે પાલિકા પ્રમુખ સામે નારાજગી વ્યક્ત કરતાં ભાજપના કુલ 34 સભ્યોમાંથી 18 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત ચીફ ઓફિસરને આપતાં રાજકીય વાતાવરણ ગરમાયું હતું.
કોંગ્રેસ ના સભ્યો મોકાની રાહ જોવે છે હાલના પ્રમુખ સાથે ઘણા કોંગ્રેસ ના સભ્યની ભાગીદારી હોવાથી મોકાની રાહમાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત 17 ઓક્ટોબરના રોજ અમરેલી નગરપાલિકાના પ્રમુખે સામાન્ય સભા માટે એજન્ડા બજવ્યો હતો. પરંતુ અચાનક જ બેઠકના 20 કલાક અગાઉ ગેરબંધારણીય રીતે બેઠક મુલત્વી રાખી હતી. જેના લીધે ભાજપના સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી હતી. અમરેલી નગરપાલિકમાં મનસ્વી રીતે વહિવટ ચાલી રહ્યો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. નગરપાલિકાના સભ્યોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી ઉપ પ્રમુખ બિપિનભાઇ લીંબાણીનું શાસન ચાલે છે. તેમના આ શાસનકાળ દરમિયાન પાલિકાના સભ્યોને વિશ્વાસમાં લીધા વિના જ નીતિવિષક નિર્ણયો લીધા છે જેથી સભ્યોને પ્રમુખ પર વિશ્વાસ રહ્યો નથી. પ્રાથમિક શિક્ષણ સમિતિની કામગીરીમાં કરોડો રૂૂપિયાની કામગીરી જે ટેન્ડર વિગત મુજબ થયા ન હોવા છતાં બિલ ચૂકવવામાં આવ્યા છે.
આ ઉપરાંત અંદાજે 2 કરોડનો બિનજરૂૂરી ખર્ચ કરી સંસ્થાને નુકસાન પહોંચાડ્યું છે. આ ઉપરાંત તેમણે અમરેલી નગરપાલિકામાં આવશ્યક સેવાઓ સિવાયના તમામ ખર્ચ અટકાવી દેવા માટે રજૂઆત કરી હતી. અમરેલી નગરપાલિકામાં હાલ ભાજપ વિરૂૂદ્ધ ભાજપની લડાઇ ચાલી રહી છે. ગત વર્ષ એક વર્ષથી ભાજપમાં અંદરખાને ચાલી રહેલી નારાજગી હવે જગ જાહેર થઇ છે. ભાજપની આંતરિક નારાજગી અને વિખવાદ જોતાં આગામી દિવસોમાં અમરેલીના રાજકારણમાં નવાજૂનીના એંધાણ વર્તાશે એવું લાગી રહ્યું છે.