રાજકોટમાં યુવતી પર દુષ્કર્મ : ભાજપ અગ્રણીએ બંદૂક મુકી 20 લાખની ખંડણી માંગી

ભાઈએ રૂમનો દરવાજો તોડી યુવતીને છોડાવી, પોલીસે ખંડણી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો કચ્છ પંથકની યુવતી સાથે સરધારનો યુવાન સંપર્કમાં આવ્યો હતો, સવા બે માસ…

ભાઈએ રૂમનો દરવાજો તોડી યુવતીને છોડાવી, પોલીસે ખંડણી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો

કચ્છ પંથકની યુવતી સાથે સરધારનો યુવાન સંપર્કમાં આવ્યો હતો, સવા બે માસ ગોંઘી રાખી હોવાનો આક્ષેપ

રાજકોટના બેડી ગામના ભાજપ અગ્રણી અને પોતાને 108 તરીકે ઓળખાવતા તેમના સંબંધી પરિવારે એક યુવતીનું અપહરણ અને દુષ્કર્મ આચરવા ઉપરાંત ખંડણી માગ્યાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે.વધુ વિગતો મુજબ,કચ્છના રાપર તાલુકાના ભીમાસર ગામે રહેતી યુવતીને સામખિયાળી બસ સ્ટેશન પાસેથી કારમાં ઉપાડી જઈ, સવા બે મહિના સુધી રૂૂમમાં બંધ રાખી અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આટલું જ નહીં, ભાજપના સ્થાનિક નેતાએ યુવતીના માથે બંદૂક જેવું ઘાતક હથિયાર મૂકી તેના પિતા પાસે રૂૂ. 20 લાખની ખંડણી માંગતા ચકચાર મચી ગઈ છે.

આજી ડેમ પોલીસે રામ મુકેશ છૈયા,મુકેશ રાયધણ છૈયા,શ્યામ મુકેશ છૈયા અને જિલ્લા પંચાયત સદસ્યના પતિ રાજાભાઈ ઉર્ફે રાજેશ મેણંદ ચાવડા(108) સામે ફરિયાદ નોંધાવી છે. ભોગ બનનાર યુવતી ત્રણે વર્ષ પહેલાં કોટડા તાલુકાના રાજપરા ગામની હાઈસ્કૂલમાં ધોરણ-12માં અભ્યાસ કરતી હતી ત્યારે તેની સાથે જ ભણતા રામ મુકેશ છૈયા નામના શખ્સની નજર બગડી હતી અને તે યુવતી સાથે સંપર્ક વધારવા દબાણ કરતો હતો. ધોરણ-12 પછી યુવતી ધ્રોલ ખાતે નર્સિંગનો બે વર્ષનો અભ્યાસ પૂરો કરી વતન પરત કરી હતી. થોડા સમય બાદ તે કોલેજે રિઝલ્ટ લેવા ગઈ ત્યારે રામ છૈયાએ તેને કોલેજ બહારથી બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી દીધી હતી અને કોરા કાગળો પર સહીઓ કરાવી ફોટા પાડી લીધા હતા.

ત્યારબાદ ગત 23 માર્ચના રોજ યુવતી સામખિયાળી રહેતા તેના બીમાર ફોઈના ઘરે જવા નીકળી હતી ત્યારે સામખિયાળી બસ સ્ટેશન નજીકથી આરોપી રામ અને તેના સાગરીતો અલ્ટો કાર લઈને ધસી આવ્યા હતા અને યુવતીનો મોબાઈલ સ્વિચ ઓફ કરાવી તેનું અપહરણ કરી સરધાર લઈ આવ્યા હતા. અહીં તેને એક રૂૂમમાં પૂરી દઈ રામે યુવતીની મરજી વિરુદ્ધ અનેકવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપી રામ, તેનો ભાઈ શ્યામ અને પિતા મુકેશ રાયધણ છૈયા યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રાસ આપતા હતા. જ્યારે યુવતીએ મુક્ત કરવા આજીજી કરી ત્યારે તેમના સંબંધી અને ભાજપ અગ્રણી રાજાભાઈ ઉર્ફે રાજેશ મેણંદ ચાવડાએ યુવતીના માથા પર બંદૂક તાણી દીધી હતી અને ધમકી આપી હતી કે, “તારા પિતાજી અમોને રૂૂ. 20 લાખ આપશે તો તને છોડીશું નહીંતર તને છોડીશું નહીં.

નરાધમોના ચુંગાલમાં ફસાયેલી યુવતીને 15 દિવસ પહેલાં તક મળતાં જ તેણે આરોપી રામનો મોબાઈલ મેળવી લીધો હતો અને ’સ્નેપ ચેટ’ એપ્લિકેશન દ્વારા પોતાના ભાઈનો નંબર શોધીને ફોન કર્યો હતો. યુવતીએ રડતા રડતા પોતાની આપવીતી અને બંધક હોવાની જાણ કરી હતી. જેના પગલે 30 મેના રોજ યુવતીના પિતા, ભાઈ અને મામા સહિતનો પરિવાર નવાગામ દોડી આવ્યો હતો. આરોપીના પરિવારે યુવતીને સોંપવાની ના પાડતા, ભાઈએ બહેનને બચાવવા ફિલ્મી સ્ટાઈલે રૂૂમનો દરવાજો તોડી નાખ્યો હતો અને બહેનનો હાથ પકડી ગાડીમાં બેસાડી હેમખેમ છોડાવી લાવ્યા હતા. જે તે સમયે યુવતી ગભરાઈ ગઈ હોવાથી તેણીએ આજીડેમ પોલીસમાં મોડી ફરિયાદ નોંધાવી છે.

યુવતીના પરિવાર વિરૂદ્ધ હુમલો કર્યાની યુવકના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી
ગત તા. 30 મે 2026ના રોજ ભોગબનનાર યુવતીના પરિવારજનો વિરૂદ્ધ દુષ્કર્મ આચરનાર યુવકના પરિવારજને ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમને જણાવ્યું હતું કે, મારા ભાઈ રામ સાથે આ યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા, જે તેના પરિવારજનોને મંજૂર ન હોવાથી તેના પરિવારજનો મંડળી રચી અમારા ઘરે આવી ધોકા પાઇપ વડે
અમને માર માર્યો હતો અને મારા ભાભીનું એટલે કે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર યુવતીનું અપહરણ કર્યા અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.